ફેસબૂકના વધુ 10 હજાર કર્મચારીઓ નોકરી ગુમાવશે, META છટણી કરવાની તૈયારીમાં
ફેસબૂકે તેના કર્મચારીઓને વધુ એક ઝટકો આપવાની તૈયારી શરૂ કરી છે. સામે આવી રહેલી વિગતો અનુસાર મેટા આગામી દિવસોમાં તેના 10 હજાર કર્મચારીઓની છટણી કરી શકે છે.

નવી દિલ્હી : દુનિયાભરની ટેક કંપનીઓમાં છટણીનો દોર ચાલી રહ્યો છે ત્યારે હવે મેટાએ પણ કર્મચારીઓને ઝટકો આપવાની તૈયારી શરૂ કરી છે. સામે આવી રહેલા સમાચારો અનુસાર મેટાએ કર્મચારીઓની છટણીની તૈયારી કરી છે.
બ્લૂમબર્ગના એક રિપોર્ટ અનુસાર, ફેસબુકની પેરન્ટ કંપની મેટા 10 હજાર કર્મચારીઓની છટણી કરવા જઈ રહી છે. મેટાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે તેની ટીમમાંથી આશરે 10 હજાર કર્મચારીઓ ઓછા કરશે. આ સિવાય 5 હજાર વધારાની ઓપન પોઝિશન પણ બંધ કરાશે. આ છટણીથી મેટા 3 થી 5 બિલિયન ડોલરની બચત કરશે.
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કર્મચારીઓને એક સંદેશમાં કહ્યું છે કે કંપની તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા જઈ રહી છે. ઝકરબર્ગે કહ્યું કે આ તે સમય છે જેની તમારે અપેક્ષા રાખવી જોઈએ. આગામી કેટલાક મહિનામાં અમે ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરવા, ભરતીમાં ઘટાડો કરવા જેવી બાબતો પર કામ કરીશું. કર્મચારીઓને એક સંદેશમાં, તેમણે કહ્યું, "અમે અમારી ટીમમાંથી આશરે 10,000 કર્મચારીઓને ઘટાડવાની અપેક્ષા રાખીએ છીએ અને અંદાજે 5,000 વધારાની ખુલ્લી જગ્યાઓ પણ બંધ કરીશું."
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે એક સંદેશમાં કર્મચારીઓને કહ્યું, કે કંપની તેના કર્મચારીઓની સંખ્યા ઘટાડવા જઈ રહી છે. આ તે સમય છે જેની તમારે અપેક્ષા રાખવી જોઈએ. આગામી કેટલાક મહિનામાં અમે ઓછી પ્રાથમિકતા ધરાવતા પ્રોજેક્ટને રદ કરવા અને ભરતીમાં ઘટાડો કરવા જેવી બાબતો પર કામ કરીશું. તેમણે આગળ કહ્યું કે, અમે અમારી ટીમમાંથી આશરે 10 હજાર કર્મચારીઓને ઘટાડવાની અપેક્ષા રાખીએ છીએ અને અંદાજે 5,000 વધારાની ઓપન પોઝિશન બંધ કરાશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કંપનીએ ગયા વર્ષે 13 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. આમાં 11 હજાર લોકોએ નોકરી ગુમાવી હતી. એક રિપોર્ટ અનુસાર સપ્ટેમ્બર 2022 સુધીમાં કુલ 87 હજાર કર્મચારીઓ મેટામાં કામ કરી રહ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
