બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકના રાજકીય સંઘર્ષમાં કોણ મારશે બાજી ?
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠકમાં હાલમાં ચતૃષ્કોણીય ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાની એસસી અનામત આ બેઠક પરથી કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જિગ્નેશ મેવાણી ચૂંટણી લડી રહ્યા છે. ગત 2017ની વિધાનસભા ચૂંટણીમાં જિગ્નેશ મેવાણી કોંગ્રેસના સમર્થનથી અપક્ષ ધારાસભ્ય બન્યા હતા અને ઉત્તર ગુજરાતના રાજકારણમાં હાહાકાર સર્જ્યો હતો. ત્યારે, ફરીથી આ બેઠક પરથી તેઓ કોંગ્રેસમાંથી મેદાનમાં ઉતર્યા છે.

વડગામ બેઠકના રાજકીય ગણીતની જો ચર્ચા કરવામાં આવે તો, કોંગ્રેસ માટેની સૌથી સેઇફ બેઠક ગણાય છે. આ બેઠક પરથી કોગ્રેસના મણિ વાઘેલા 2012ની વિધાનસભા ચૂંટણીમાં જિત્યા હતા. ત્યાર બાદ, 2017માં કોંગ્રેસે મણિ વાઘેલાને ટિકિટ ન આપીને જિગ્નેશ મેવાણીને સમર્થન આપી કોઇ ઉમેદવાર ઉતાર્યો નહોતો.
આ બેઠકમાં મુસ્લિમ મતદારો સૌથી વધુ છે. અંદાજીત 68 હજાર મુસ્લિમ મતદારોના વર્ચસ્વ ધરાવતી આ બેઠક કોગ્રેસનો ગઢ રહ્યો છે. આ ઉપરાંત દલિત અને ચૌધરી મતદારો પણ નિર્ણાયક રહ્યા છે.
2022ની વિધાનસભા ચૂંટણીની ચર્ચા કરવામાં આવે તો, ભાજપમાંથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય મણિ વાઘેલાને ટિકિટ આપવામાં આવી છે. તો કોંગ્રેસ માંથી જિગ્નેશ મેવાણીને ટીકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત મુસ્લિમ મતદારોમાં સેંધ મારવા ઓવૈસીની એઆઇએમઆઇએમ પાર્ટીએ પણ કલ્પેશ સુંઢીયાને મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે, આમ આદમી પાર્ટીમાંથી સ્થાનિક દલિત એક્ટિવિસ્ટ દલપત ભાટીયાને ટિકિટ આપવામાં આવી છે.
આ રીતે જાતિવાદી સમિકરણની દ્રષ્ટીએ આ બેઠક ખુબ મહત્વની માનવામાં આવે છે. જેમાં, ચાર મજબુત ઉમેદવારોના કારણે રાજકીય સમિકરણ પેંચીદા બની ગયા છે. જેમાં, ચતૃષ્કોણીય જંગ રસપ્રદ બન્યો છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
