Vadodara accident case : વડોદરા કાર અકસ્માત મુદ્દે જ્હાનવી કપૂરે ગુસ્સો વ્યક્ત કર્યો, જાણો શું કહ્યું?
Vadodara accident case : વડોદરામાં થયેલા ભયંકર કાર અકસ્માતના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે અને આ ઘટના વિરુદ્ધ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
આ દુર્ઘટનામાં 20 વર્ષના રક્ષિત ચૌરસિયાએ ઓવર સ્પીડમાં કાર ચલાવતા પાંચ લોકોને ટક્કર મારી હતી, જેમાં એક મહિલાનું દૂખદ મોત થયું હતું જ્યારે અન્ય ચાર વ્યક્તિઓ ગંભીર રીતે ઘાયલ થયા હતા.

આ ઘટના બાદ સ્થાનિક લોકોએ તુરંત રક્ષિતને પકડીને પોલીસના હવાલે કર્યો હતો. આ ઘટનાને લઈને હવે બોલિવૂડ અભિનેત્રી જ્હાનવી કપૂરની પ્રતિક્રિયા સામે આવી છે.
જ્હાનવી કપૂરે આ નરાધમ ઘટના સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. માહિતી અનુસાર, આરોપી રક્ષિત નશાની હાલતમાં 120 કિમી/કલાકની ઝડપે કાર ચલાવી રહ્યો હતો અને તે કાર તેના મિત્રની હતી.
વધારે ઝડપ અને બેદરકારીના કારણે તેણે નિર્દોષ લોકોને ટક્કર મારી હતી. આ ઘટનાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં વધુ એક ચોંકાવનારી વાત સામે આવી કે આરોપીના મિત્રો તેને અટકાવવાને બદલે વધુ એક રાઉન્ડ મારવાનું પ્રોત્સાહન આપી રહ્યા હતા.
જ્હાનવી કપૂરે આ વાયરલ વીડિયો જોતા જ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો અને ઇન્સ્ટાગ્રામ પર આ ઘટના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
તેણીએ આ ઘટનાને અત્યંત આઘાતજનક ગણાવતાં જણાવ્યું કે, આ ઘટના ખૂબ જ આઘાતજનક અને ગુસ્સો અપાવનારી છે. એવું વિચારવું પણ ગંદું લાગે છે કે કોઈ આવી ગંદી કરતૂત કરીને છટકી શકે. નશામાં હોવા કે ન હોવા તેનાથી કોઈ ફરક પડતો નથી, આવા ગુનામાં કડકમાં કડક પગલાં ભરવા જોઈએ.
આ ઘટનાએ ફરી એકવાર નશામાં ગતિશીલ વાહન ચલાવવાના ખતરા પર પ્રશ્નચિહ્ન ઉભા કર્યા છે. હવે જોવું એ રહ્યું કે, પોલીસ અને કાયદા વ્યવસ્થાની સંસ્થાઓ આ મામલે કેટલા ગંભીર પગલાં ભરે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
