વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયો પથ્થરમારો, વાતાવરણ તણાવપૂર્ણ
Vadodara Shobha Yatra : આજે રામનવમી છે. સમગ્ર દેશમાં જોરશોરથી ઉજવણી થઇ રહી છે અને ઠેર ઠેર શોભાયાત્રા નીકળી રહી હતી. આ વચ્ચે વડોદરામાં રામનવમીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી.
આ શોભાયાત્રા મસ્જિદ સામેથી નીકળી હતી, ત્યારે તેના પર પથ્થરમારો થયો હતો. વડોદરા શહેરમાં અસામાજિક તત્વો દ્વારા શાંતિ ભંગ કરવાની કોશિશ કરવામાં આવી છે.

મળતી માહિતી અનુસાર, શોભાયાત્રા દરમિયાન ફતેપુરા વિસ્તારમાંથી પસાર થતા સમયે પથ્થરમારાની ઘટના બની હતી.

પથ્થરમારો કરીને વાહનોની તોડફોડ કરી
પથ્થરમારો કરીને અનેક વાહનોમાં તોડફોડ થતાં વાતાવરણ તંગ બની ગયું હતું. જોકે, પથ્થરમારાની ઘટના બનતા જ પોલીસ કાફલોઘટના સ્થળે પહોંચી ગયો હતો.
સ્થાનિક પોલીસનું કહેવું છે કે, હાલ કોઈ સમસ્યા નથી અને વિસ્તારમાં શાંતિ પ્રવર્તી રહી છે. પોલીસનું કહેવુંછે કે, લોકોને તેમના ઘરે મોકલી દેવામાં આવ્યા છે અને કોઈને ઈજા થઈ નથી.
ઉલ્લેખનીય છે કે, આ વિસ્તારમાં ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

મહિલાઓના માથા વાગ્યા પથ્થરો
શોભાયાત્રામાં આવેલા ભક્તોએ જણાવ્યું કે, શોભાયાત્રા નીકળી રહી હતી, ત્યારે હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવી રહ્યા હતા, ત્યારેઅચાનક પથ્થરમારો થતાં અરાજકતાનો માહોલ સર્જાયો હતો.
પથ્થરમારો કરીને વાહનોની બારીના કાચ તોડી નાખવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક મહિલાઓ પર પણ પથ્થરમારો કરવામાં આવ્યો હતો, જેનાથી લોકો રોષે ભરાયા હતા.

બે જૂથ વચ્ચે ઘર્ષણ
વડોદરાના ડીસીપી યશપાલ જગાણીયાએ જણાવ્યું હતું કે, સિટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મસ્જિદ સામે બે જૂથ વચ્ચે અથડામણ થઈહતી.
તેમણે જણાવ્યું હતું કે, જ્યારે યાત્રા મસ્જિદની સામેથી પસાર થઈ રહી હતી, ત્યારે કેટલાક લોકો એકઠા થયા હતા, પરંતુ સમજાવ્યા બાદ તેમને પાછા મોકલી દેવામાં આવ્યા હતા. હાલ વિસ્તારમાં શાંતિ છે, રામનવમીની શોભાયાત્રા આગળ નીકળી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
