1,516 કરોડના બિલિંગ કૌભાંડનો પર્દાફાશ, DGGSTની ગુજરાતમાં રેડ, 6ની ધરપકડ
ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં 79 બોગસ પેઢીઓ પર ડાયરેક્ટ્રેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ યુનિટ(ડીજીજીએસટી)ની રેડ પડી છે.
સુરતઃ ગુજરાત સહિત ઘણા રાજ્યોમાં 79 બોગસ પેઢીઓ પર ડાયરેક્ટ્રેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ યુનિટ(ડીજીજીએસટી)ની રેડ પડી છે. આ મામલે 6 આરોપીની ધરપકડ થઈ છે. અધિકારીઓએ જણાવ્યુ કે આ કેસ સુરત-દક્ષિણ ગુજરાતના નકલી ટ્રાન્પોર્ટના બિલ બનાવવા અંગેનો છે. તપાસમાં જાણવા મળ્યુ છે કે કૌભાંડીઓએ લેવડ-દેવડ સાબિત કરવા માટે ટ્રાન્સપોર્ટના નકલી બિલ પણ બનાવ્યા હતા.

ડાયરેક્ટ્રેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ યુનિટે કુલ 33 જગ્યાઓએ કાર્યવાહી કરીને 11 ટ્રાન્સપોર્ટની તપાસ કરી. જ્યાં તેમણે જોયુ કે અમુક ટ્રાન્પોર્ટ માત્ર કાગળો પર જ ચાલી રહ્યા હતા. આ રીતે ટીમે સુરત શહેર સહિત ઘણી જગ્યાઓએ મેટલ અને પ્લાસ્ટિક સ્ક્રેપના નામે ચાલી રહેલ 1516 કરોડ રુપિયાના બોગસ બિલિંગ કૌભાંડનો પર્દાફાશ કરી દીધો. ડાયરેક્ટ્રેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વસ ટેક્ટ યુનિટની આ કાર્યવાહી મુખ્ય રીતે સુરત દક્ષિણ ગુજરાતમાં કરવામાં આવી.
આખા કૌભાંડમાં 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે. સ્થળ પરથી 14.14 કરોડ રૂપિયાની રિકવરી પણ કરવામાં આવી છે. વળી, ડાયરેક્ટ્રેટ જનરલ ઑફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ યુનિટની તપાસમાં જાણવા મળ્યુ છે કે આ આખા કૌભાંડમાં સુરત શહેર સહિત 10 રાજ્યોની 79થી વધુ પેઢીઓ શામેલ છે. 79થી વધુ નકલી પેઢીઓમાં 37 પેઢીએ દક્ષિણ ગુજરાતની છે. વળી, 37માંથી એકલા સુરતની 20થી વધુ પેઢીઓ શામેલ છે. જણાવવામાં આવી રહ્યુ છે કે આ પેઢીઓએ કોઈ ખરીદ-વેચાણ વિના 1516 કરોડ રૂપિયાના ફેક બિલના આધારે 231 કરોડ રૂપિયાની ક્રેડિટ યુઝ કરી.












Click it and Unblock the Notifications
