Surat Weather: સુરતમાં 5 ઇંચ કમોસમી વરસાદને કારણે સર્જાઇ તારાજી, જાણો આજની આગાહી

Surat Weather: હાલ સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદ નોંધાયો છે. આ માવઠાને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. સુરત શહેરમાં પણ ભાર વરસાદના કારણે ભારે નુકસાન થયું છે. શિયાળાની ઋતુમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે.

ભારે પવન સાથે વરસાદના કારણે અનેક કચ્છના મકાનોને નુકસાન થયું છે, તો બીજી તરફ ઠેર-ઠેર માર્ગો પર મોટી સંખ્યામાં વૃક્ષો ધરાશાયી થતાં શિયાળુ વરસાદ આફતરૂપ બન્યો છે.

Surat Weather

આજે બપોર સુધી માવઠું થઇ શકે છે. આ સાથે સુરત શહેરમાં બપોરે દોઢ વાગ્યા સુધી કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સાથે દક્ષિણ ગુજરાતના જિલ્લામાં હળવો વરસાદ થઈ શકે છે. સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ ઉપરાંત દમણ, દાદરા નગર હવેલીમાં પણ હળવો વરસાદ થઈ શકે છે.

હવામાન વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર ગુજરાતમાં 3-4 દિવસ પવન સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી, જેના કારણે છેલ્લા બે દિવસથી સુરત સહિત ગુજરાતમાં હવામાનમાં પલટો આવ્યો છે. ગતરોજ સામાન્ય વરસાદ બાદ રવિવારની સવારથી સમગ્ર જિલ્લામાં પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ વરસ્યો હતો. કમોસમી વરસાદ લોકો માટે આફત બની ગયો છે.

સુરત ફાયર વિભાગ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ, સુરત શહેર અને જિલ્લામાં સવારથી જ તોફાની પવન અને ગાજવીજ સાથે મુશળધાર વરસાદ શરૂ થયો હતો. જેમાં સર્વત્ર ભારે નુકસાન થયું છે. સુરત શહેર અને જિલ્લામાં ભારે પવનને કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. વૃક્ષો પડવાને કારણે ઘણા રસ્તાઓ બંધ થઈ ગયા છે, જ્યારે વૃક્ષો પડવાના સતત કોલ મળતા ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

શિયાળાની શરૂઆત પહેલા કમોસમી વરસાદ લોકો માટે આફતરૂપ બન્યો છે. પવન સાથે વરસાદના કારણે જિલ્લામાં અનેક મકાનોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના ગામડાઓમાં બનેલા માટીના મકાનોને ભારે નુકસાન થયું છે. જોરદાર પવનને કારણે માટીના મકાનોની છત ઉડી ગઈ હતી અને અનેક મકાનોની દિવાલો પણ ધરાશાયી થઈ ગઈ હતી, જેના કારણે લોકોને નુકસાન થયું હતું.

કમોસમી વરસાદથી ખેડૂતોને સૌથી વધુ અસર થઈ છે. વરસાદના કારણે સુરત સહિત જિલ્લામાં ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે. વરસાદ શરૂ થતાની સાથે જ ખેડૂતો પોતાના પાકને બચાવવા ખેતરોમાં કામ કરવા લાગ્યા હતા. જે રીતે વરસાદ પડ્યો છે, તેનાથી ખેતરોમાં ઉભેલા શિયાળુ પાકને ભારે નુકસાન થયું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X