Surat: જાહેરમાં થૂંકવા પર થશે દંડ, 155 સુરતીલાલાઓને ઈ - મેમો મોકલાયો
Surat: સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં જાહેર રસ્તા પર થૂંકવા પર દંડ વસુલ કરવાની જોગવાઇ છે. સુરત મહાનગરપાલિકા દ્વારા આ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહ્યો છે.
જે કોઇ વ્યક્તિ જાહેરમાં થૂંકતા દેખાય છે, તેમને ઇ-મેમો મોકલવામાં આવી રહ્યો છે. આ માટે સુરતના 155 લોકોને ઇ મેમો મોકલવામાં આવ્યો છે. આ લોકો પાસેથી 250થી લઇ 500 રૂપિયા સુધીનો દંડ વસૂલવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, જો કોઇ વ્યક્તિ પહેલીવાર જાહેરમાં થૂંકતા પકડાશે, તો 250 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને જે બાદ પણ તેઓ સુધરશે નહીં, તો આ દંડની રકમમાં વધારો કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, જાહેરમાં પાન-માવા ખાઈને પિચકારી મારવી એ હવે એક ફેશન સમજવામાં આવે છે. આવા લોકો સામે SMC દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા 2500 અને સુરત પોલીસ વિભાગના 750 કુલ 3250 CCTV કેમેરાને આધારે જાહેરમાં થૂંકનારાઓને શોધી દંડની કાર્યવાહી કરવાનું શરૂ કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 155 લોકોને દંડ પણ ફટકારાયો છે. જો કોઈ વ્યક્તિ સમયમર્યાદામાં દંડ નહીં ભરે, તો તેને પણ વધારાનો દંડ ભરવો પડશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
