સુરતમાં રોડ અકસ્માત, એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત, ચાર ઘાયલ
Surat Road accident: સુરત શહેરમાં રોડ કિનારે બેઠેલા લોકોના ટોળા પર કાર અથડાઈ હતી, અને આ અકસ્માતમાં એક જ પરિવારના ત્રણ સભ્યોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય ચાર ઘાયલ થયા હતા.
ઉત્તરન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે, શુક્રવારે રાત્રે લગભગ 11.30 કલાકે શહેરના આઉટર રિંગ રોડ પર અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું હતું કે, વાહને નિયંત્રણ ગુમાવ્યું, અને રસ્તા પરથી ઉતરી ગયું હતું. જે બાદ રસ્તાના કિનારે બેઠેલા લોકોના જૂથ સાથે અથડાયું હતું.
અમદાવાદથી આવતી વખતે સર્જાયો અકસ્માત - પોલીસ અધિકારીએ જણાવ્યું કે, આ અકસ્માતમાં આઠ વર્ષીય વિનય, તેના પિતા દેવેશ વાગ્ઝાની (40) અને કાકા સંકેત બાવરિયા (32)નું મૃત્યુ થયું હતું.

પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. મહંતે જણાવ્યું કે, કાર અમદાવાદથી આવી રહી હતી, અને તેના ડ્રાઈવરને ઝોકું આવી ગયું હતું, જેના કારણે કાર કાબૂ બહાર ગઈ હતી. તેમણે જણાવ્યું કે, વિનય અને તેના કાકાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે પિતાનું સારવાર દરમિયાન મોત થયું હતું. આ અકસ્માતમાં જ્યારે અન્ય બે વાહનોને નુકસાન થયું હતું
પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ચાર ઘાયલ પીડિતો સારવાર હેઠળ છે. જેમાંથી એકની હાલત નાજુક છે. કારની ટક્કરને કારણે ત્યાં અન્ય બે વાહનોને પણ નુકસાન થયું હતું. કાર ચાલક યજ્ઞેશ ગોહિલ (40) ની પોલીસે ધરપકડ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરકાંઠાના હિંમતનગર-ઇડર હાઇવે પર માર્ગ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે, ભેટાલી ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકોના મોત થયા હતા.
મૃતકોમાં બે છોકરીઓ, બે મહિલા અને એક પુરુષનો સમાવેશ થાય છે. આ અકસ્માત ભેટાલી ગામ નજીક દિવ્ય ચેતના કોલેજ પાસે થયો હતો. રોડ પર ડાયવર્ઝનના અભાવે અકસ્માત થવાની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
