Surat News: કામરેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચો સાથે સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા પર ભાર મૂક્યો
Surat News: સુરતના કામરેજમાં ગૃહમંત્રી હર્ષ સંઘવીએ સરપંચો સાથે સંવાદ યોજી ગામની શાંતિ અને સુરક્ષા પર ભાર મૂક્યો. તેમણે ગામડાઓમાં થતા ઝઘડા, લડાઈ, અને નશાબંધી જેવી સમસ્યાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. તેમણે પોલીસ અને સરપંચોને સાથે મળીને કામ કરવા અને ગામને દુષણમુક્ત રાખવા સૂચનો આપ્યા. સુરત જિલ્લાના 549 સરપંચોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓનું સન્માન પણ કરવામાં આવ્યું.

ગામની શાંતિ અને સુરક્ષા માટે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું માર્ગદર્શન
Home Minister Harsh Sanghvi: ગૃહમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરત જિલ્લાના કામરેજમાં એક ખાસ સરપંચ પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાઓની સમસ્યાઓ અને સુરક્ષા સંબંધિત મુદ્દાઓ પર સીધો સંવાદ કરવાનો હતો. આ પરિસંવાદમાં સુરત જિલ્લાના 549થી વધુ સરપંચો અને ઉપસરપંચોએ ભાગ લીધો હતો, જેઓ સાથે ગૃહમંત્રીએ વિસ્તૃત ચર્ચા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ગામમાં કોઈ ત્રીજી વ્યક્તિ દ્વારા શાંતિ ભંગ ન થાય તે સુનિશ્ચિત કરવું એ સરપંચની મુખ્ય જવાબદારી છે.
આ ઉપરાંત, ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નવા રહેવાસીઓ પર ધ્યાન રાખવાની વાત પર પણ ભાર મૂક્યો. તેમણે સૂચન કર્યું કે જો કોઈ વ્યક્તિ બહારથી ગામમાં રહેવા આવે તો સરપંચને તેની સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ, જેથી તેની હિલચાલ પર નજર રાખી શકાય.
ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં તેમણે કહ્યું કે, જ્યારે પણ ગામમાં કોઈ ઘટના બને ત્યારે આવા નવા રહેવાસીઓ મહત્વના કડીરૂપ સાબિત થઈ શકે છે. આ સૂચનોનો હેતુ ગામની શાંતિ અને કાયદો-વ્યવસ્થા જાળવવાનો હતો. ગૃહમંત્રીએ દારૂ, જુગાર અને ડ્રગ્સ જેવા દૂષણો પર પણ ધ્યાન કેન્દ્રિત કરવા જણાવ્યું. તેમણે કહ્યું કે, આવા દૂષણોમાં ફસાયેલા વ્યક્તિઓનું કાઉન્સિલિંગ કરીને તેમને મુખ્ય પ્રવાહમાં પાછા લાવવાના પ્રયાસો કરવા જોઈએ. આ માટે સરપંચ અને પોલીસે સાથે મળીને કામ કરવું જરૂરી છે.
સંવાદથી સમસ્યાઓનું સમાધાન,
— Harsh Sanghavi (@sanghaviharsh) August 10, 2025
ગ્રામ્ય સુરક્ષાને મળશે નવો આયામ !
✔️ સુરત જિલ્લા પોલીસ દ્વારા કામરેજ ખાતે આયોજિત સરપંચ પરિસંવાદમાં ભાગ લઈને સરપંચશ્રીઓને ગામની સુરક્ષા માટે પોલીસ સાથે મળીને કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા.
✔️ પોલીસના સંકલનમાં રહીને સરપંચશ્રીઓ વ્યાજખોરી, સાયબર ક્રાઈમ… pic.twitter.com/V1HgjFRAVv
આ કાર્યક્રમના અંતે, સારી કામગીરી કરનાર પોલીસકર્મીઓને પ્રશંસાપત્ર અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેનાર વિદ્યાર્થીઓને ઈનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમ ગામડાઓની સુરક્ષા માટે એક નવી દિશા આપવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થયો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
