Surat-Kolkata flight: ઈન્ડિગોએ શરૂ કરી સુરત કોલકત્તા ડાયરેક્ટ ફ્લાઈટ, જાણો ભાડું
Surat-Kolkata flight price: એર ઈન્ડિયા એક્સપ્રેસ દ્વારા તેની કોલકાતા-સુરત-કોલકાતા ફ્લાઇટનું બુકિંગ 1 જાન્યુઆરી, 2025થી બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આવામાં સુરતથી કલકત્તા મુસાફરી કરતા લોકો માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે.
ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા સુરત કોલકત્તા રૂટ પર 27 ડિસેમ્બર, 2024 થી શરૂ થતી નવી દૈનિક ફ્લાઇટની જાહેરાત કરવામાં આવી છે, જેના માટે ટિકિટ બુકિંગ પહેલેથી જ ખુલ્લું મુકવામાં આવ્યું છે.
ઇન્ડિગોની ફ્લાઇટ સાંજે 4:00 કલાકે કોલકાતાથી ઉપડશે, જે 6:50 કલાકે સુરત પહોંચશે. આ સાથે સુરતથી 7:20 કલાકે પરત ફરશે, 9:50 કલાકે કોલકાતા પહોંચશે.

સુરત એરપોર્ટ પર પેસેન્જર ટ્રાફિકમાં કોલકાતા-સુરત રૂટ ત્રીજા ક્રમે હોવાથી ઈન્ડિગો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે, પેસેન્જર ડેટા અનુસાર, આ રૂટ 2018-19માં 1,70,496 મુસાફરો, 2022-23માં 1,13,845 મુસાફરોને હેન્ડલ કરે છે.
વર્ષ 2023-24માં 1,25,188 મુસાફરોએ આ રૂટ પર મુસાફરી કરી હતી. એકલા એપ્રિલથી સપ્ટેમ્બર 2024 સુધીમાં 61,121 મુસાફરો નોંધાયા હતા. આટલા નોંધપાત્ર ટ્રાફિક હોવા છતાં, એર ઈન્ડિયા એક્સપ્રેસ 1 જાન્યુઆરી, 2025થી તેની સેવા પાછી ખેંચી રહી છે.
ઈન્ડિગોની વેબસાઈટ અનુસાર, હાલ સુરતથી કોલકત્તાની ડાયરેક્ટ ફ્લાઈટનું ભાડુ 5116 રૂપિયા રાખવામાં આવ્યું છે. આ સાથે કોલકત્તાથી સુરત આવવા માટે 5072 રૂપિયા ચુકવવા પડશે. આ ભાડા સાથે મુસાફરોએ ટેક્સ ચુકવવાનો રહેશે.
ઉલ્લેખનીય છે કે, ઓછા ભાડામાં પ્લેનની મુસાફરી કરવા માટે વહેલા બુકિંગ કરવાથી લાભ થાય છે. આ સાથે વિવિધ ફ્લાઈટ ટિકિટ બુકિંગ ચકાસી તમે પ્રોમો કોડ મારફતે તમારો મુસાફરી ખર્ચ ઘટાડી શકો છો.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
