Surat : સુરતથી વિમાન સેવાઓ બંધ થતા મુસાફરો પરેશાન, વેપારીઓમાં રોષનો માહોલ
સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી વેન્ચુરા એરકનેક્ટ દ્વારા સંચાલિત 9 સીટર વિમાન સેવા 7 જાન્યુઆરીથી બંધ કરાઈ છે. આના કારણે અમદાવાદ, રાજકોટ, અમરેલી અને ભાવનગરના મુસાફરો તથા વેપારીઓને પારાવાર હાલાકી ભોગવવી પડી રહી છે.

આ સેવાઓ ગુજરાત સરકારની વીજીએફ (VGF) યોજના હેઠળ એરલાઇન્સનો કરાર સમાપ્ત થતાં સ્થગિત કરાઈ છે. ત્રણ અઠવાડિયાથી વધુ સમય વીતવા છતાં સેવાઓ ક્યારે ફરી શરૂ થશે તે અંગે કોઈ સત્તાવાર સ્પષ્ટતા અપાઈ નથી.
વેન્ચુરા એરલાઇન્સની વેબસાઇટ પર હાલમાં કોઈ બુકિંગ ઉપલબ્ધ ન હોવાથી ઇમરજન્સી મુસાફરો અટવાયા છે. સુરતને અન્ય શહેરો સાથે જોડતી આ મહત્વની કનેક્ટિવિટી અચાનક બંધ થતાં મુસાફરોમાં વ્યાપક અસંતોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ સુરતના વેપારી સંગઠનો અને મુસાફરો હવે આ રૂટ પર 40 થી 70 સીટની ક્ષમતાવાળા મોટા વિમાનો શરૂ કરવાની માંગ કરી રહ્યા છે. ઉડાન યોજના હેઠળ દીવ, ભુજ અને જામનગર માટે કાર્યરત મોટી ફ્લાઈટ્સ સફળ રહી છે.
ચેમ્બર ઓફ કોમર્સની એવિએશન કમિટીએ આ મુદ્દે સરકારમાં રજૂઆત કરી પ્રાદેશિક કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત કરવા જણાવ્યું છે. તેઓ માને છે કે મોટા એરક્રાફ્ટ મુસાફરોને રાહત આપશે અને સુરતના વેપાર-ઉદ્યોગને મોટો ફાયદો કરાવશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
