Surat Accident News : અકસ્માત બાદ બાઇક સવારને 12 કિલોમીટર સુધી ઢસડ્યો, મોત
Surat Accident News : સુરતમાં દિલ્હીના કાંઝાવાલા જેવો કિસ્સો સામે આવ્યો છે. સુરતમાં એક કાર ચાલકે બાઇક સવારને 12 કિમી સુધી રોડ પર ઢસડ્યો હતો. આ અકસ્માતમાં બાઇક સવારનું મોત નીપજ્યું હતું.
Surat Accident News : સુરતમાં પણ દિલ્હીના કંઝાવલા જેવી ઘટના ઘટી છે. જ્યાં, કાર ચાલકે બાઇક પર સવાર પતિ-પત્નીને ટક્કર મારી હતી. આ ટક્કર બાદ કાર ચાલક રોકાયો ન હતો, અને બાઇક સવારને 12 કિલોમીટર સુધી ઢસડી ગયો હતો. આ ઘટનામાં પતિનું મોત થયું હતું, જ્યારે તેની પત્ની ઇજાગ્રસ્ત થઇ હતી.

સુરત આવી રહ્યા હતા પતિ-પત્ની
સુરતની આ ઘટના 18 જાન્યુઆરીની રાત્રે બની હતી. મૃતકની ઓળખ 24 વર્ષીય સાગર પાટીલ તરીકે થઈ છે, જે નીલગીરી સર્કલનો રહેવાસી છે. આ અકસ્માત સમયે સાગર તેની પત્ની અશ્વિની પાટિલ પણ તેની સાથે બાઇક પર બેઠેલી હતી. આ ઘટના અંગે જણાવવામાં આવી રહ્યું છે કે, સાગર તેની પત્ની સાથે બહુમરા ગામથી સુરત તરફ આવી રહ્યો હતો. જે દરમિયાન તાંતીથૈયા પાસે પાછળથી એક કાર ચાલકે સાગરની બાઇકને ટક્કર મારી હતી.
સાગરને 12 કિમી સુધી ઢસડ્યો
આ ટક્કર બાદ સાગર કારની નીચે ફસાઈ ગયો હતો. આમ છતાં ડ્રાઈવરે કાર રોકી ન હતી. કાર ચાલકે સાગરને 12 કિમી સુધી ઢસડ્યો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા સાગરનું મોત નીપજ્યું હતું, જ્યારે તેની પત્નીને ઈજાઓ પહોંચી હતી. આ સાથે જ કાર ચાલક અકસ્માત બાદ ફરાર થઈ ગયો છે. પોલીસ દ્વારા કાર કબ્જે કરવામાં આવી છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
