સુરતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારા સામે આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે આ માટે આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો.

સુરતઃ પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને લઈને ગરીબ અને મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે આ માટે આમ આદમી પાર્ટીના યુવા સંઘના કાર્યકર્તાઓ દ્વારા સુરત અલગ-અલગ વિસ્તારોમાં બેનરો લઈને વિરોધ નોંધવામાં આવ્યો હતો. અડાજણ, ભાગળ ચાર રસ્તા વિસ્તારમાં આપના યુવા કાર્યકર્તાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને ગયા છે તેવા સમયે ગાડીમાં પેટ્રોલ ભરાવવા કરતા તેને વેચી દેવુ વધુ સારુ છે તેવો પ્રતીકાત્મક રીતે આમ આદમી પાર્ટીએ વિરોધ નોંધાવ્યો હતો.

Recommended Video

સુરત : પેટ્રોલ, ડિઝલના ભાવ વધારા સામે સુરત આમ આદમી પાર્ટીનો અનોખો વિરોધ

AAP

પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવને કારણે જીવન જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં પણ ભાવ વધારો કરવામાં આવ્યો છે. રોજ કમાઈને રોજ ખાવાની સ્થિતિ પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારાને કારણે ખૂબ જ દયનીય બની છે. 100 રૂપિયાને પાર પહોંચી ગયેલા ભાવ વધારાને કારણે સામાન્ય જનતા ત્રસ્ત થઈ ગઈ છે. ટ્રાન્સપોર્ટેશનમાં પણ ધરખમ વધારો થતા અન્ય ચીજ વસ્તુઓમાં પણ નોંધનીય રીતે વધારો દેખાઈ રહ્યો છે જેના કારણે મધ્યમ વર્ગનુ જીવન અઘરુ થઈ ગયુ છે.

આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા ફી વધારાને લઈને પણ પોતાનો રોષ વ્યક્ત કર્યો છે. કોરોના મહામારીના કારણે લોકોની આવક પર માઠી અસર થઈ છે જેના કારણે બાળકોની શાળામાં ફી ભરી શકાય તેવી કેટલાક પરિવારોની સ્થિતિ ન હોવા છતાં પણ શાળાના સંચાલકો કોઈ પણ પ્રકારનો ઘટાડો કર્યા વિના ફી વસૂલી રહ્યા છે. ઘણી સ્કૂલોમાં તો જ્યાં સુધી બાળક ફી ન ભરે ત્યાં સુધી તેમનુ રિપોર્ટ કાર્ડ પણ આપવામાં આવતુ નથી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X