Surat: સુરતની મિેલેનિયમ 1 કાપડ માર્કેટમાં લાગી આગ, મચી અફરાતફરી
Surat: સુરત શહેરમાં કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટનાઓ સતત સામે આવી રહ્યા છે. સુરતના રિંગ રોડ પર મિલેનિયમ-1 કાપડ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. આવામાં વેપારી અને ગ્રાહકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે.
આગના કારણે સમગ્ર વિસ્તારમાં ધુમાડો ફેલાઇ ગયો હતો. જે કારણે ફાયર બ્રિગેડના કર્મચારીઓને ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.

સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલી મિલેનિયમ-1માં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી છે. ભોંયતળિયે લાગેલી આગની જાણ ફાયર કંટ્રોલ વિભાગને થતાં માન દરવાજા, ડુંભાલ અને નવસારી બજાર ફાયર સ્ટેશનના વાહનો સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સુરત ફાયર વિભાગ દ્વારા આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.
કપડાના મોટા ભાગમાં આગ લાગી જતાં ભારે ધુમાડો નીકળ્યો હતો. આવી સ્થિતિમાં ગૂંગળામણની અસરથી બચવા માટે ફાયર બ્રિગેડના જવાનોએ મોં પર ઓક્સિજન માસ્ક પહેરીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાં એકઠા થયેલા લોકો મોઢા પર રૂમાલ બાંધેલા જોવા મળ્યા હતા.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
