Surat: કમોસમી વરસાદના કારણે 300 પ્લોટમાં 3 દિવસના કાર્યક્રમો રદ્દ, કરોડોનું નુકસાન
Surat: કમોસમી વરસાદના કારણે ઘણા ઉદ્યોગો પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર થઇ રહી છે. ખેડૂતોને મોટાપાયે નુકસાન થયું છે, સાથે સાથે અન્ય ઉદ્યોગોને પણ આર્થિક નુકસાન ભોગવવું પડે છે. આ સાથે લગ્નની સિઝન હોવાના કારણે લગ્ન સંબંધિત જોડાયેલા ધંધાને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે.
ભારે વરસાદના કારણે ઘણા લગ્ન રદ્દ કરવામાની ફરજ પડી છે. આગામી ત્રણ દિવસ સુધીના કાર્યક્રમો રદ્દ થવાના કારણે પાર્ટી પ્લોટ માલિકો, ઇવેન્ટ આયોજકોને કરોડોનું નુકસાન થવાની ભિતિ સર્જાઇ છે.

લગ્નસરાની સિઝનના પહેલા જ દિવસે ભારે નુકશાન થયું છે. કમોસમી વરસાદના કારણે સુરત શહેરના મોટાભાગના ખુલ્લા પાર્ટી પ્લોટમાં પાણી ભરાઈ ગયા છે. લગ્નની તમામ તૈયારીઓ પૂર્ણ થયા બાદ અચાનક કમોસમી વરસાદના કારણે કાર્યક્રમ રદ્દ કરવો પડ્યો હતો.
સુરત શહેરના 300 થી વધુ ખુલ્લા પાર્ટી પ્લોટમાં યોજાનાર લગ્ન અને અન્ય રિસેપ્શન સહિતના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે. જેના કારણે પાર્ટી પ્લોટ સંચાલકોને આર્થિક નુકસાની વેઠવી પડી રહી છે.
સુરત શહેરના લગનસરામાં આવેલા પાર્ટી પ્લોટને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવ્યા છે. ઘણા વાસ્તવિક પાર્ટી પ્લોટ તેમની સજાવટ માટે પ્રખ્યાત છે. કમોસમી વરસાદ અને મીની વાવાઝોડાને કારણે પાર્ટી પ્લોટનો પ્રવેશદ્વાર, સ્વાગત સ્થળની ઉપરનો સુશોભિત પેવેલિયન અને ખુરશીઓ પણ ધરાશાયી થઈ ગઈ હતી. વિશાળ સુશોભિત પ્રવેશદ્વાર જોરદાર પવનથી ધડાકા સાથે નીચે લાવવામાં આવ્યા હતા. તેજ ગતિના પવનને કારણે લાઇટ સહિતની અનેક વસ્તુઓને નુકસાન થયું છે.
સુરત પાર્ટી પ્લોટ એસોસિએશનના પ્રમુખ ઉમેશભાઈ ઝડફિયાએ જણાવ્યું હતું કે, કમોસમી વરસાદના કારણે પાર્ટી પ્લોટ સંચાલકોને મોટું નુકસાન થયું છે. હવામાનની આગાહી અનુસાર, પાર્ટી પ્લોટ બુક કરાવનારાઓએ વરસાદને કારણે 3 દિવસ માટે ઈવેન્ટ કેન્સલ કરવાનો નિર્ણય લીધો છે.
સુરત શહેરમાં નાના-મોટા મળીને 300થી વધુ પાર્ટી પ્લોટ છે. ડેકોરેશનને પણ નુકસાન થયું છે. જ્યારે આ મોટી ખોટ સામે આવી હતી, ત્યારે લગ્નની શરૂઆત જ થઈ હતી. વધુ પડતા પવનને કારણે મંડપ સહિતની સજાવટ તૂટી ગઈ હતી.












Click it and Unblock the Notifications
