સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો, 33 લોકોની ધરપકડ, રોષે ભરાયેલા લોકોએ પોલીસ ચોકી ઘેરી
Stone pelting at Ganesh pandal in Surat: સુરતમાં ગણેશ ઉત્સવ દરમિયાન રવિવારની મોડી રાત્રે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ગણેશ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટના સૈયદપુરા વિસ્તારમાં બની હતી.
સુરત પોલીસ દ્વારા પથ્થરમારો કરનારા બે લોકોની ધરપકડ કરી છે. પથ્થરમારાના વિરોધમાં મોટી સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
વિરોધીઓના ટોળાએ શાંતિની અપીલ કરી રહેલા સ્થાનિક ધારાસભ્ય કાંતિ બલરને પણ ધક્કો માર્યો હતો. સ્થિતિ વણસી જતાં પોલીસે લાઠીચાર્જ કરવો પડ્યો હતો.
પોલીસે લાઠીચાર્જ કર્યો - સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, કેટલાક બાળકોએ ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો, જેના પગલે અથડામણ થઈ હતી.
સુરત પોલીસે તરત જ તે બાળકોને ત્યાંથી હટાવ્યા હતા. પોલીસ તાત્કાલિક વિસ્તારમાં તૈનાત કરવામાં આવી હતી. જ્યાં જરૂર હતી ત્યાં લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો અને ટીયર ગેસનો ઉપયોગ કરવામાં આવ્યો હતી.

પથ્થરમારો કરનારા તમામ 6 લોકોની ધરપકડ કરાઈ - આ ઘટના અંગે ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આજે 6 લોકોએ સુરતના સૈયદપુરા વિસ્તારમાં ગણેશ પંડાલ પર પથ્થરમારો કર્યો હતો.
#WATCH | Gujarat: Surat Police Commissioner Anupam Singh Gehlot says, "Some children pelted stones at a Ganesh pandal after which a clash broke out. The police immediately took away those children from there...Police were immediately deployed in the area. Lathi charge was done in… pic.twitter.com/h3eNyVmIRX
— ANI (@ANI) September 8, 2024
આ તમામ 6 લોકોની ધરપકડ કરવામાં આવી છે, અને પોલીસે આવી ઘટનાને પ્રોત્સાહન આપવા માટે સામેલ અન્ય 27 લોકોની ધરપકડ કરી છે. સુરતના તમામ વિસ્તારોમાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
कानून व्यवस्था सभी के लिए समान है, शांति प्रिय गुजरात में अशांति फैलाने वालो को जरा भी नहीं बख्शा जाएगा।#GujaratPolice pic.twitter.com/PUPfagp7iq
— Gujarat Police (@GujaratPolice) September 9, 2024
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે










Click it and Unblock the Notifications
