બજાર પર પડ્યો પુષ્પાનો ખુમાર, માર્કેટમાં પુષ્પા સાડી!

સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા' ચર્ચામાં છે. લોકો ફિલ્મ 'પુષ્પા'ના ડાયલોગ્સ અને એક્ટિંગની કોપી કરી રહ્યા છે.

સુરત : સાઉથના સુપરસ્ટાર અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદાનાની ફિલ્મ 'પુષ્પા' ચર્ચામાં છે. લોકો ફિલ્મ 'પુષ્પા'ના ડાયલોગ્સ અને એક્ટિંગની કોપી કરી રહ્યા છે. આ સ્થિતિમાં પુષ્પાની અસર એશિયાના સૌથી મોટા કાપડ બજાર સુરતમાં પણ જોવા મળી રહી છે. સુરતના કાપડ બજારના એક સાડી ઉત્પાદકે પણ 'પુષ્પા'ના પોસ્ટરવાળી સાડીઓ બનાવી છે. જેની ફેરિયાઓમાં પણ ભારે માંગ હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

Pushpa sari

સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં વિવિધ ડિઝાઇનવાળી સાડીઓનું વેચાણ થાય છે. સુરતના સાડી માર્કેટમાં આ વખતે 'પુષ્પા'ના પોસ્ટર સાથેની સાડીઓ પણ વેચાણ માટે આવી છે. સુરતમાં ચરણજીત ક્રિએશન નામથી સાડીનો ધંધો કરતા ચરણપાલ સિંહે પુષ્પાના પોસ્ટરની તસવીર સાથે પોતાની સાડીઓ તૈયાર કરાવી છે.

પુષ્પા ફિલ્મની લોકપ્રિયતા જોઈને સુરતના સાડી બિઝનેસમેન ચરણપાલ સિંહે શરૂઆતમાં પુષ્પા ફિલ્મની તસવીરવાળી બે સાડીઓ તૈયાર કરી હતી, જેની તસવીરો તેણે પોતાના સોશિયલ મીડિયા પર પણ શેર કરી હતી.

જે બાદ તેની સાથે સંકળાયેલા કાપડના ધંધાર્થીઓએ સંપર્ક કરીને પુષ્પા ફિલ્મ સાથેની સાડીઓની માંગણી કરી હતી. જેના આધારે તેઓએ આ સાડીઓ તૈયાર કરી છે. સુરતના કાપડના વેપારી ચરણપાલ સિંહે દાવો કર્યો છે કે તેમને દેશના રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને બિહાર રાજ્યોમાંથી કાપડના વેપારીઓ દ્વારા ઓર્ડર આપવામાં આવી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X