રાષ્ટ્રીય ટપાલ દિવસ: જાણો ભારત અને ગુજરાતમાં ટપાલનો ઇતિહાસ અને મહત્વના તથ્યો
રાષ્ટ્રીય ટપાલ દિવસ (National Postal Day): ભારતીય ડાક વિભાગની છેલ્લા 150 વર્ષોની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માટે દર વર્ષે તારીખ 10 ઓકટોબરના રોજ રાષ્ટ્રીય ટપાલ દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેનો ઉદ્દેશ લોકો અને વ્યવસાયોના રોજિંદા વ્યવહારમાં પોસ્ટની ભૂમિકા તેમજ વૈશ્વિક, સામાજિક અને આર્થિક વિકાસમાં તેના યોગદાન પ્રત્યે જાગૃતિ લાવવાનો છે.
તારીખ 9 ઓક્ટોબરના રોજ સમગ્ર વિશ્વમાં ઉજવાતા વિશ્વ ટપાલ દિવસના ભાગરૂપે ભારતભરમાં તારીખ 9 થી 13 ઓક્ટોબર દરમિયાન રાષ્ટ્રીય ટપાલ સપ્તાહની પણ ઉજવણી કરવામાં આવે છે.

વર્ષ 1874ની 9 ઓક્ટોબરના દિવસે યૂનિવર્સલ પોસ્ટલ યૂનિયન (UPU)ની રચના માટે સ્વિટ્ઝરલેન્ડની રાજધાની બર્નમાં 22 દેશોએ એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જેને ધ્યાને લઈ વર્ષ 1969માં જાપાનના ટોકિયોમાં આયોજિત એક સંમેલનમાં 9 ઓક્ટોબરને વિશ્વ ટપાલ દિવસ ઉજવવાનો નિર્ણય કરાયો હતો. તારીખ ૧ જુલાઈ, 1876માં યુનિવર્સલ પોસ્ટલ યુનિયનનો સભ્ય બનનાર ભારત એશિયાનો પ્રથમ દેશ હતો.
સુરતમાં ટપાલ ઘર: સુરત જિલ્લાની વાત કરીએ તો વર્ષ 1927ની 1 માર્ચના રોજ મહિધરપુરા ખાતે સૌથી પહેલુ ટપાલ ઘર એટલે કે પ્રથમ પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ હતી. જે હાલ સુરત પોસ્ટ વિભાગની હેડ ઓફિસ તરીકે કાર્યરત છે. હાલ સુરત શહેરમાં 79, ગ્રામ્યમાં 95 અને ટ્રાઈબલ વિસ્તારમાં 63 સહિત સુરત જિલ્લામાં કુલ 237 ટપાલ ઘર કાર્યરત છે.
સુરત પોસ્ટલ ડિવિઝન હેઠળ કાર્યરત યોજનાઓ: સુરત જિલ્લામાં પોસ્ટલ વિભાગ હેઠળ ઉપલબ્ધ યોજનાઓમાં રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં 2.30 લાખ, ટાઈમ ડિપોઝિટના 1.55 લાખ, કિસાન વિકાસ પત્રના 4.26 લાખ, નેશનલ સેવિંગ્સ સર્ટિફિકેટ હેઠળ 3.30 લાખ અને બચત ખાતામાં 1.99 લાખ જીવંત ખાતાઓ કાર્યરત છે. જ્યારે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં 84 હજાર, મંથલી ઈન્કમ યોજના હેઠળ 74 હજાર, PPFના 27 હજાર, સિનિયર સિટિઝન યોજના હેઠળ 25 હજાર તેમજ ચાલુ વર્ષે અમલમાં આવેલી મહિલા સન્માન સેવિંગ્સ સર્ટિફિકેટ
યોજના હેઠળ 4543 જેટલા જીવંત ખાતાઓ છે. આ સિવાય અટલ પેન્શન, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ સહિતની યોજનાઓ પણ સુરત પોસ્ટલ વિભાગ હેઠળ કાર્યરત છે.
ટપાલ જીવન વીમા યોજના હેઠળ સુરત પોસ્ટ વિભાગ દ્વારા ગત વર્ષ 2022-23થી અત્યાર સુધી રૂપિયા 155 કરોડની કુલ 2246 પોલિસીનો લાભ આપવામાં આવ્યો છે.
સોવેરિન ગોલ્ડ બોન્ડ યોજનામાં દેશમાં મોખરે સુરત જિલ્લો : ઉપરોક્ત યોજનાઓ સહિત વર્ષ 2015થી પોસ્ટ વિભાગમાંથી સોવેરિન ગોલ્ડ બોન્ડમા રોકાણનો લાભ પણ આપવામાં આવે છે. જેમાં ન્યૂનતમ 1 ગ્રામથી મહત્તમ વ્યક્તિદીઠ 4 કિલો અને સંસ્થાઓ માટે 20 કિલો ગોલ્ડ બોન્ડનું રોકાણ કરવામાં આવે છે.
જેમાં વર્ષ 2022-23માં 14815 ગ્રામ અને ચાલુ વર્ષે અત્યાર સુધી 14052 ગ્રામ રોકાણ નોંધાયું છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી સુરતીઓએ કુલ 128 કિલોના ગોલ્ડ બોન્ડના રોકાણ સાથે જિલ્લાએ સમગ્ર દેશમાં મોખરાનું સ્થાન મેળવ્યુ છે.
સુરત પોસ્ટ ઓફિસથી થયેલા પાર્સલ : સુરત પોસ્ટ વિભાગમાંથી દેશ-વિદેશમાં કરાતા સ્પીડ પોસ્ટ, બિઝનેસ અને રજિસ્ટર્ડ પાર્સલની વાત કરીએ તો ગત વર્ષે સુરતથી 23.88 કરોડના અને ચાલુ વર્ષે અત્યાર સુધી 3.77 કરોડના પાર્સલોની નોંધણી કરાઈ છે.
મહિલા સંચાલિત પોસ્ટ ઓફિસ: મહિલા સશક્તિકરણને પ્રાધાન્ય આપતા વર્ષ 2013માં દેશની પ્રથમ મહિલા પોસ્ટ ઓફિસ ખોલવામાં આવી હતી. તેના પગલે સમગ્ર ભારતમાં 11 મહિલા પોસ્ટ ઓફિસની શરૂઆત થઈ, અને વર્ષ 2019ની 1 જુલાઈથી સુરતના ઝાંપાબજાર ખાતે મહિલા સંચાલિત પ્રથમ પોસ્ટ ઓફિસ શરૂ કરવામાં આવી. પોસ્ટ વિભાગમાં કામ કરતી મહિલાઓને પોસ્ટ વુમન તરીકે સંબોધાય છે.
ભારતમાં પોસ્ટઓફિસની શરૂઆત: ભારતમાં ટપાલનું ચલણ 1766માં શરૂ થયું હતુ. વર્ષ 1773માં વોરેન હેસ્ટિંગ્સ ભારતના ગર્વનર જનરલ બન્યા હતા. તેના બીજા વર્ષે તેમણે કોલકાતામાં દેશના પ્રથમ ટપાલ વિભાગની સ્થાપના કરાવી હતી. ભારતમાં ટપાલ વિભાગે તારીખ 1
ઓક્ટોબર, 1854થી એક અલાયદા વિભાગના સ્વરૂપ લીધા બાદ ધીમી ગતિથી તેની શરૂઆત થઈ હતી. નોંધનીય છે કે, ભારતીય ટપાલ વિભાગ વિશ્વમાં સૌથી મોટી પોસ્ટ વ્યવસ્થા છે.
બદલાતા સમયની સાથે પોસ્ટ વિભાગની કાર્યપદ્ધતિ પણ આધુનિક બની રહી છે. આજે સમગ્ર દેશમાં કાર્યરત 155618 પોસ્ટ ઓફિસો કમ્પ્યુટર સંચાલિત છે અને તમામ ગ્રામીણ પોસ્ટ ઓફિસો આધુનિક એન્ડ્રોઇ ઓપરેટિંગ સિસ્ટમ આધારિત મોબાઈલ ફોન પર પોસ્ટની વિવિધ સેવાઓ પુરી પાડે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
