દોઢ વર્ષની બાળકીને વેફરની લાલચ આપી દુષ્કર્મ, સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય, હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા
સુરતના ચોર્યાશી તાલુકાના કપ્લેથા ગામમાં 23 વર્ષીય યુવક ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકીને વેફરની લાલચ આપી તેનુ અપહરણ કર્યુ. ત્યારબાદ તેના પર દુષ્કર્મ અને સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય આચરી તેની હત્યા કરી દીધી હતી. હવે સુરતની કોર્ટે ચુકાદો જાહેર કરીને નરાધમને ફાંસીની સજા સંભળાવી છે.
શ્રમિક પરિવારની માત્ર દોઢ વર્ષની બાળકીને પોક્સો કોર્ટના એડિશનલ સેશન્સ જજ શકુંતલાબેન એન સોલંકીએ એટ્રોસિટી સિવાયના તમામ ગુનામાં દોષી ઠેરવીને ચુકાદો જાહેર કર્યો હતો.

કોર્ટે માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં કેસ ચલાવી આરોપી વિરુદ્ધનો કેસ રેરેસ્ટ ઑફ રેર શ્રેણીનો ગણીને આરોપી ઈસ્માઈલ ઉર્ફે યુસૂફ હજાતને ફાંસીની સજા અને એક હજારનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત પીડિત પરિવારને 10 લાખ રુપિયાનુ વળતર ચૂકવવાનો પણ આદેશ કર્યો છે.
તમને જણાવી દઈએ કે શ્રમિક પરિવાર કપલેથા ગામમાં રહેની છૂટક મજૂરી કામ કરીને પોતાનુ ગુજરાન ચલાવી રહ્યા હતા. આ દરમિયાન મૂળ નવસારી જિલ્લાના આલીપોર ગામના વતની હાલ કપલેથા રહેતા આરોપી ઈસ્માઈલની આ પરિવાર સાથે ઓળખાણ થઈ હતી. 27 ફેબ્રુઆરી, 2023ના રોજ આરોપી ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકીને વેફરની લાલચ આપી ગામના તળાવ નજીકના અવાવરુ મકાનના વાડામાં લઈ જઈ દુષ્કર્મ આચર્યુ હતુ.
ત્યારબાદ બાળકીની નાભિના ભાગે બચકા ભરીને સૃષ્ટિ વિરુદ્ધનુ કૃત્ય કરીને તેની હત્યા કરીને ત્યાંથી ભાગી ગયો હતો. બાળકી ક્યાં છે તેવુ આરોપીને પૂછતાં હું હમણાં લાઉં છું તેવું કહીને આરોપી દોડીને ભાગી જતો હોય તેવા સીસીટીવી ફુટેજ મળ્યા હતા. ત્યારબાદ બાળકીની શોધખોળ કરતાં ઘટના સ્થળેથી મૃત્ત હાલતમાં બાળકી મળી આવી હતી. સુરતની સચીન પોલીસે 28 ફેબ્રઆરીએ આરોપીની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
માત્ર પાંચ મહિનાના ટૂંકા ગાળામાં સ્પીડ ટ્રાયલ ચલાવી કુલ 59 સાક્ષીઓ અને 70 દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. એટ્રોસિટી એક્ટના ભંગ સિવાયના તમામ ગુનામાં દોષિત ઠેરવીને આરોપીને ફાંસીની સજા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સુરત કોર્ટે 7 જેટલા નરાધમોને ફાંસીની સજા આપી છે.
તમને જણાવી દઈએ કે આરોપીના મોબાઈલમાંથી કુલ 215 જેટલી નાની ઉંમરના બાળકો પર હિંસા આચરવા, તેની હત્યા કેવી રીતે કરવી, નાભિના ભાગે ઈજા કરવા સહિતની આપત્તિજનક ઈમેજ અને ક્લીપ્સ મળી આવી હતી. જેનો અમલ કરતો હોય તેમ ઈસ્માઈલ હજાતે ભોગ બનનાર બાળકીની નાભિના ભાગે બચકાં ભરીને ગંભીર ઈજા પહોંચાડી હોવાનું પણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા મેડીકલ એવીડન્સમાં પુરવાર થયું હતુ.
વળી, 23 વર્ષીય આરોપી ઈસ્માઈલે દોઢ વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય આચર્યા પહેલાં પણ પોતાની વયથી 10-15 વર્ષ મોટી વયની મહીલા સાથે પણ સંબંધો હોવાનું મોબાઈલ ડેટાની વિગતોમાં બહાર આવ્યું હતુ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
