Surat: ટીવી સિરિયલના સ્ટાર્સને મળવા ઘરેથી ભાગી સુરતની સગીરા
Surat: લોકોમાં ટીવી સ્ટારને મળવાનો શોખ હોય છે, જે માટે તેઓ ઘણીવાર પાગલપન કરે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે. જેમાં ટેલિવિઝન સિરિયલના પોતાના ફેવરિટ એક્ટર્સને મળવા માટે 15 વર્ષની છોકરી ઘરેથી નીકળી મુંબઈ પહોંચી ગઇ હતી.
પરિવારે ઉધના પોલીસનો સંપર્ક કરતાં સગીરાને મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશન પરથી શોધી કાઢવામાં આવી હતી. ઉતરાણની એક 15 વર્ષની છોકરી મંદિર માટે ઘરેથી નીકળી હતી, પરંતુ તે પાછી આવી ન હતી. પરિવારે ઉતરાણ પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર એ. ડી. મહંતે વિવિધ ટીમો બનાવી અને સીસીટીવી કેમેરા અને માનવ સ્ત્રોત દ્વારા આ ગુમ થયેલી ફરિયાદની તપાસ શરૂ કરી હતી.
પોલીસ તપાસમાં જાણવા મળ્યું હતું કે, ગુમ થયેલી યુવતીએ વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ બનાવ્યા હતા. એક એકાઉન્ટમાં, તેણીએ રેલવે સ્ટેશનનો એક ફોટોગ્રાફ મૂક્યો હતો, જેના આધારે, પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચએલ કડછા અને ટીમે મુંબઈ સેન્ટ્રલ નજીકના સ્થળે તેનું લોકેશન ટ્રેસ કર્યું હતું.
એક ટીમ મુંબઈ પહોંચી અને તેણે મુંબઈની રેલવે પોલીસનો પણ સંપર્ક કર્યો, ત્યારપછી ગુમ થયેલી બાળકીને મળી અને તેના માતા-પિતાને સોંપી હતી. જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી, ત્યારે સગીરાએ જણાવ્યું હતું કે, તે નિયમિતપણે કલર્સ ચેનલ પર પરિણીતી સિરિયલ જોવે છે, અને તેના કેરેક્ટર્સ તેને પસંદ છે. આ સિરિયલના કલાકારોને મળવા તે મુંબઈ આવી હતી.
સરીરાએ જણાવ્યું હતું કે, તેણે એક દિવસ પહેલા મુંબઈ માટે ઓનલાઈન ટિકિટ બુક કરાવી હતી અને ઈન્સ્ટાગ્રામ પર બાય બાય સુરત લખ્યું હતું. તેણીએ કહ્યું કે, તેણીને પરિણીતી ટીવી સિરિયલના હીરો અને અન્ય કલાકારો ખૂબ પસંદ છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
