બર્થડે પાર્ટીમાં દરોડા દરમિયાન અધિકારી પર હુમલો કરનારા જૈનમ શાહની સુરત પોલીસે ધરપકડ કરી
સુરતમાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI) સાથે ઝપાઝપી કરનાર ઉદ્યોગપતિના પુત્ર જૈનમ શાહની સુરત પોલીસે ધરપકડ કરી છે. આ ઘટના બાદ જૈનમને પસ્તાવો થતો હોય તેવું જોવા મળ્યું હતું. પોલીસે તેને બૂટ-ચપ્પલ વગર ઘટનાસ્થળના રિકન્સ્ટ્રક્શન માટે લાવી હતી, જ્યાં તેનું મોં શરમથી ઝૂકેલું દેખાયું હતું.
થોડા દિવસો પહેલા સુરતના અલથાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મોટી દારૂ પાર્ટી પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ પાર્ટી શહેરના જાણીતા ઉદ્યોગપતિ સમીર શાહના જન્મદિવસની હતી, જે પોલીસ સાથે સંકળાયેલા અને લાયસન્સિંગનું કામ કરતા હતા. આ દારૂ પાર્ટી અલથાણની હોટલમાં યોજાઈ હતી, જેમાં ઘણા મોટા બિઝનેસમેન પણ સામેલ હતા.

આ દરોડા દરમિયાન સમીર શાહના પુત્ર જૈનમે પોલીસ સાથે ઝપાઝપી કરી હતી. દારૂ પાર્ટીમાં પોલીસના આવતા જ તેણે મગજમારી શરૂ કરી હતી, જેના પગલે અલથાણ પોલીસ સ્ટેશનના PSI દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. જો કે, અજ્ઞાત કારણોસર તેને છોડી દેવામાં આવ્યો હતો, પરંતુ માફીપત્ર લખાવીને છોડવામાં આવતા સવાલો ઉભા થયા હતા.
આ બબાલનો વીડિયો વાયરલ થયા બાદ સુરત પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે કડક કાર્યવાહી કરી જૈનમ શાહની ફરી ધરપકડ કરી. આ સાથે જ પોલીસે આરોપી જૈનમ શાહને કાયદાનું ભાન કરાવ્યું હતું.
પોલીસે અગાઉ જૈનમને બે વખત હાજર થવા માટે નોટિસ ફટકારી હતી, પરંતુ બંને નોટિસ બાદ પણ તે પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. આથી પોલીસે તેને પકડીને જાહેરમાં ઘટનાસ્થળનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. અલથાણ પોલીસે જૈનમ વિરુદ્ધ ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કર્યો હતો.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
