સુરતમાં બિલ્ડરે લગ્નની લાલચે સાથે બાંધ્યા શારિરીક સબંધ, પોલ ખુલતા કરાઇ પોલીસ ફરિયાદ
સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે બિલ્ડર પરિણીત હોવાની પોલ ખુલી જતા મહિલાને માર મારી હવે તું ગમતી નથી કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હત
સુરતના સણીયા-હેમાદ વિસ્તારમાં રહેતી મહિલાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી અવર નવાર શરીર સંબંધ બાંધ્યો હતો. જોકે બિલ્ડર પરિણીત હોવાની પોલ ખુલી જતા મહિલાને માર મારી હવે તું ગમતી નથી કહીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જે બાદ મહિલાએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે આરોપી બિલ્ડરની ધરપકડ કરીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. બિલ્ડરે પોતે પરિણીત હોવાનું છુપાવીને મહિલા સાથે લીવ ઈન રિલેશનના કરાર પણ બનાવ્યા હોવાનું આક્ષેપ મહિલાએ કર્યો હતો. તેમજ અવાર-નવાર પોતાના મિત્રના ફાર્મ હાઉસ, હોટેલ અને પોતાના ફ્લેટ પર લઈ જઈને હવસ સંતોષી હતી.

મળતી માહિતિ મુજબ સરથાણા પોલીસે જણાવ્યું હતું કે બિલ્ડર સંજય બાબુ પોકળ સામે બળાત્કારની ફરિયાદ નોધવામાં આવી છે. સણીયા હેમાદ વિસ્તારમાં રહેતી 40 વર્ષીય ની મહિલાની ફરિયાદ બાદ કાયદેસર ની કાર્યવાહી શરૂ કરાઇ છે. ફરિયાદમાં પરિણીતાએ જણાવ્યું હતું કે તેના પતિ સાથે છુટાછેડા થઈ ગયા છે. પોતે ઘરમાં સાડી વર્કનું કામ કરી પરિવારમાં 16 વષનો દીકરો અને 12 વર્ષની દીકરીનું ભરણપોષણ કરે છે. મહિલા ત્રણ વર્ષ પહેલા બિલ્ડર સંજયની બાજુની સોસાયટીમાં ભાડેથી રહેતી હતી. ત્યારે સંજય પોતે સોસાયટીનો પ્રમુખ હોવાથી અવાર નવાર ઘરે આવી મિત્રતા કેળવી હતી. ત્યારબાદ પોતે અપરણીત હોવાનુ કહી પ્રેમજાળમાં ફસાવી લગન્ કરવાની લાલચ આપી અવાર નવાર ઘરે, તેના મિત્રના ફાર્મ હાઉસમાં તેમજ ડુમસની હોટલમાં લઈ જઈ શારીરિક સબંધ બાંધ્યા હતાં.
મહિલા પુણાગામથી ઘર ખાલી કરી સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા માટે ગઈ હતી. ત્યારે ફલેટમાં બંને જણા પતિ-પત્નીની જેમ પૂજાના હવનમાં બેઠા હતા. આ ઉપરાંત તમામ પ્રસંગોમાં પતિ-પત્નીની જેમ સાથે રહ્યા હતા. દરમ્યાન સંજયની પત્નીને પતિના અફેરની જાણ થઈ ગઈ હતી. બીજી તરફ પરિણીતાને પણ ખબર પડી ગઈ કે સંજય પરણિત છે અને તે પણ બે સંતાનનો પિતા છે. ત્યારે સંજયએ પોતાના બચાવમાં પત્ની ગમતી નથી છુટાછેડા આપી દેવાના છે તેમ કહી લિવ ઈન રિલેશનનો કરાર બનાવ્યો હતો.
જોકે ભાંડો ફૂટી ગયા બાદ નાની નાની વાતે પરિણીતા સાથે ઝગડો કરતો હતો અને એક દિવસ થોડા દિવસો બાદ સંજય ચીક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાના ઘરે આવી તેણીને બાળકોની સામે ઢોર માર માર્યો હતો. સંતાનોને જાનથી મારી નાંખવાની ધમકી આપી પરિણીતાને તરછોડી દીધી હતી. ભોગ બનનાર પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય પોકળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
