Hijab Controversy: 10માં ધોરણની બોર્ડની પરીક્ષામાં હિજાબ કઢાવવાને લઈને વિરોધ, અધિકારીની બદલી
Hijab Controversy: ભરુચના અંકલેશ્વરમાં બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ સમાજની વિદ્યાર્થીઓના હિજાબ કઢાવાતા વિવાદ સર્જાયો હતો. વાલીઓએ સ્કૂલમાં પહોંચીને ગેરવર્તણૂક અંગે ફરિયાદ કરી હતી.
વાલીઓની ફરિયાદને પગલે સ્કૂલના સીસીટીવી ચેક કરવામાં આવ્યા હતા. જેમાં ફરિયાદ સાચી ઠેરવાતા ભરુચ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જવાબદાર અધિકારીની બદલી કરવામાં આવી હતી.

અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા લાયન્સ ગુજરાતી માધ્યમ શાળામાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીનીઓના હિજાબ કઢાવી નાખતા વિવાદ સર્જાયો હતો. એક વાલીના જણાવ્યા મુજબ તેમની દીકરી પરીક્ષા આપવા માટે પરીક્ષા ખંડમાં પહોંચી ત્યારે 2થી 3 મહિલા સ્ટાફે તેમની પાસે આવીને ચેકિંગના નામે હિજાબ ઉતારવા કહ્યુ હતુ. પરીક્ષા ખંડના વચ્ચે જ તેમને હિજાબ કઢાવવામાં આવતા પરીક્ષા પહેલા જ વિદ્યાર્થીનીઓ માનસિક રીતે પડી ભાંગી હતી.
વાલીઓના જણાવ્યા મુજબ હાલમાં તેમનો પવિત્ર રમજાન મહિનો ચાલી રહ્યો છે અને મુસ્લિમ સમાજમાં હિજાબનુ ચુસ્તપણે પાલન કરવાનુ હોય છે. પરંતુ ચેકિંગના નામે તેમની દીકરીઓ સાથે જે કરવામાં આવ્યુ તે એક સમુદાયને નિશાન બનાવીને ઈરાદાપૂર્વક કરવામાં આવ્યુ હોય તેમ જણાઈ રહ્યુ છે.
વાલીઓએ વધુમાં કહ્યુ હતુ કે પાસપોર્ટ ડિપાર્ટમેન્ટને લઈ તમામ વિભાગોમાં હિજાબ સાથેના ફોટા માન્ય હોય તો પરીક્ષા ખંડમાં 80 ટકાથી 85 ટકા ચહેરો દેખાતો હોવા છતાં હિજાબ કેમ કઢાવી નાખવામાં આવ્યા હતા. વળી, વાલીઓએ ઓબ્ઝર્વર સહિત આમાં સામેલ તમાનને સસ્પેન્ડ કરવા માંગ કરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
