સુરત એરપોર્ટથી જયપુર માટે સુરતથી ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ, સાતે દિવસ, જાણો સમય
કોરોના લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગે જયપુર સુધી જોડાઈ રહ્યુ છે.
સુરતઃ કોરોના લૉકડાઉન બાદ સુરત એક વાર ફરીથી હવાઈ માર્ગે જયપુર સુધી જોડાઈ રહ્યુ છે. આ બંને શહેરો વચ્ચે સ્પાઈસ જેટ આ મહિને સીધી ફ્લાઈટ શરૂ કરશે. સ્પાઈસ જેટ તરફથી જણાવવામાં આવ્યુ છે કે આ સીધી ફ્લાઈટ 25 નવેમ્બરથી શરૂ થશે. સ્પાઈસ જેટ દ્વારા જારી કરવામાં આવેલ શિડ્યુલ મુજબ ફ્લાઈટ જયપુરથી સવારે 7.15 વાગે રવાના થઈને સવારે 9.20 વાગે સુરત પહોંચશે. એ રીતે સુરતથી સવારે 9.55 વાગે રવાના થઈને સવારે 10.30 વાગે જયપુર પહોંચશે.

સ્પાઈસ જેટ તરફથી એ પણ કહેવામાં આવ્યુ કે સુરત માટે જયપુરથી એન્ડ ટુ એન્ડ ઉડાન કરશે. કંપની દ્વારા આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં જણાવવામાં આવ્યુ હતુ કે તેમની ફ્લાઈટ સાતે દિવસ ઉપલબ્ધ રહેશે. ઉલ્લેખનીય છે કે કોરોનાના કારણે ઘરેલુ ઉડાનો પણ ઠપ્પ ચાલી રહી હતી. પરંતુ હવે સુરત એરપોર્ટથી દેશના ઘણા શહેરો સુધી વિમાન અવર-જવર કરવા લાગ્યા છે. ફ્લાઈટોની સંખ્યા સતત વધી રહી છે.
લૉકડાઉનના કારણે જે ફ્લાઈટ બંધ થઈ ગઈ હતી તેમની કનેક્ટિવિટીને નવેસરથી રિકનેક્ટ કરવામાં આવી રહી છે. એક રિપોર્ટ મુજબ સુરત એરપોર્ટથી હાલમાં રોજ આવતી જતી કુલ 35થી વધુ શિડ્યુલ ઉડાનોનુ સંચાલન થઈ રહ્યુ છે. રોજ અહીં અઢીથી ત્રણ હજાર યાત્રી સફર કરી રહ્યા છે. મુસાફરોને લાવવા લઈ જવા બાબતે ઈન્ડિગોએ બાકી કંપનીઓને પાછળ છોડી દીધી છે. વળી, હવે માનવામાં આવી રહ્યુ છે કે જયપુરથી સુરત વચ્ચે સ્પાઈસ જેટની સીધી ફ્લાઈટ સર્વિસ શરૂ થવા પર સ્પાઈસ જેટ વિમાન કંપનીની ફ્લાઈટોની સંખ્યા વધી જશે. જયપુર માટે શરૂ થતી ફ્લાઈટનુ બુકિંગ વહેલી તકે શરૂ થવા જઈ રહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
