ઉમરગામમાં 10.51 કરોડના વિકાસ કાર્યોનું ખાતમૂહુર્ત કરાયું!
ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરીનું ખાતમૂર્હુત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉમરગામના સુંદરવન ખાતે કરવામાં આવ્યું હતું.
ઉમરગામ નગરપાલિકા વિસ્તારમાં ટ્રાયબલ એરિયા સબ પ્લાન યોજના હેઠળ વીજ લાઈનને અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરવાની કામગીરીનું ખાતમૂર્હુત રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈના હસ્તે ઉમરગામના સુંદરવન ખાતે કરવામાં આવ્યું હતું. ઉમરગામમાં 10.51 કરોડના ખર્ચે 66 કેવી ઉમરગામ સબ સ્ટેશનમાંથી નીકળતા 3 ફીડરોની 24.99 કિમી ઓવરહેડ એચટી લાઈનોનું 33.59 કિમી અંડરગ્રાઉન્ડ કેબલમાં રૂપાંતર કરાશે.

નાણાં અને ઉર્જા મંત્રી કનુ દેસાઈએ કાર્યક્રમમાં જણાવ્યું કે, ડીજીવીસીએલ એ દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. સમગ્ર ગુજરાતમાં 24 કલાક વીજળી મળી રહી છે. સોલાર રૂફટોપમાં પણ ગુજરાત નંબર વન છે, જેના થકી 2000 મેગા વોટ વીજળી મળતા સંકટ દૂર થયું છે. વધુમાં મંત્રી કનુ દેસાઇએ સૌને આઝાદીના અમૃત મહોત્સવમાં જોડાવા માટે આહવાન કર્યુ હતુ.
ઉમરગામના ધારાસભ્ય રમણ પાટકરે જણાવ્યું કે, આદિવાસી વિસ્તારોમાં વિકાસ માટે સરકાર દ્વારા દર બજેટમાં રકમમાં ઉત્તરોત્તર ઉમેરો કરવામાં આવી રહ્યો છે. પહેલા વીજળીની સમસ્યા રહેતી હતી પરંતુ હવે અંડર ગ્રાઉન્ડ કેબલ થવાથી વીજળીની સમસ્યા રહેશે નહીં, વીજળી 24 કલાક મળતી થતા હવે ઉમરગામના સમુદ્ર કાંઠે પર્યટકોની સંખ્યા પણ વધી છે. અંડર ગ્રાઉન્ડ લાઈનના કારણે રહેણાંકથી માંડીને ઉદ્યોગો અને ખેતીવાડીને પણ ફાયદો થશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન






Click it and Unblock the Notifications
