વલસાડમાં કેશ ક્રેડિટ કેમ્પ યોજાયો, 739 સ્વસહાય જુથોને 8.91 કરોડની કરાઇ ચુકવણી કરાઈ!
વલસાડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે ‘કેશ ક્રેડીટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
વલસાડ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા રાજ્યના નાણાંમંત્રી કનુ દેસાઈની અધ્યક્ષતામાં મોરારજી દેસાઈ ઓડિટોરીયમ ખાતે 'કેશ ક્રેડીટ કેમ્પ’નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં 739 સ્વસહાય જૂથોને 8.91 કરોડની લોન સહાયના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.

રાજ્યના નાણાં, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુ દેસાઈએ કાર્યક્રમને સંબોધતાં જણાવ્યું કે, સ્વસહાય જૂથોને સરકારે ધિરાણ કરી તેનો વ્યાપ છેવાડના ગામડાની બહેનો સુધી પહોંચે તે માટેના સફળતાપૂર્વક પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ગુજરાત જ નહીં પરંતુ સમગ્ર દેશમાં રાષ્ટ્રીય આજીવિકા મિશન હેઠળ મહિલાઓને સપોર્ટ મળી રહ્યો છે. ખાસ કરીને ગુજરાતમાં ડેરી ઉદ્યોગનો નોંધપાત્ર વિકાસ થયો છે, જેમાં બહેનોનો ફાળો મહત્વનો છે. મોટાભાગની દૂધ મંડળી બહેનો ચલાવે છે. આ મંડળીઓને લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના ચેક દૂધ ઉદ્યોગ તરફથી આપવામાં આવે છે. આ રીતે બહેનોની શક્તિનો સુંદર ઉપયોગ થઈ રહ્યો છે. બહેનો આત્મવિશ્વાસ સાથે આત્મનિર્ભર બની પોતાનું જીવન તો આગળ વધારે સાથે સાથે બાળકોને પણ ભણાવી ગણાવીને સમાજમાં આગળ વધારે એ માટેના પ્રયત્નો સરકાર કરી રહી છે.
મહાનુભાવોના પ્રાસંગિક પ્રવચન બાદ સ્વસહાય જૂથના વિકાસ અંગેની ડોક્યુમેન્ટરી ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સખીમંડળોને મહાનુભાવોના હસ્તે કેશ ક્રેડીટ, રીવોલ્વીંગ ફંડના ચેક આપવામાં આવ્યા હતા અને લાભાર્થીઓને PMJAY નાં કાર્ડ પણ આપવામાં આવ્યા હતા.
વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ અલકા શાહે જણાવ્યું કે, રાજ્યમાં સુશાસન થકી દેશને નવી ઉંચાઈ પર લઈ જઈ છેવાડાના લોકોનો વિકાસ સાધ્યો છે. નારીનું ગૌરવ જળવાઈ રહે તે માટે દરેક ક્ષેત્રમાં મહિલા સશક્તિકરણ સાથે નારી શક્તિનું ઉત્થાન કર્યું છે.
આ પ્રસંગે વલસાડ નગરપાલિકા પ્રમુખ કિન્નરી પટેલ, કપરાડા તાલુકા પંચાયતના પ્રમુખ મોહન ગરેલ, જિલ્લા સંગઠન મહામંત્રી કમલેશ પટેલ, જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સની પટેલ, પાલિકાના ચીફ ઓફિસર સંજય સોની સહિત અનેક અધિકારી-પદાધિકારી અને મોટી સંખ્યામાં સખી મંડળોની બહેનો ઉપસ્થિત રહી હતી.












Click it and Unblock the Notifications
