બેંક કર્મચારીની કાળી કરતુત, યુવતી પર દુષ્કર્મ આચરી ગર્ભપાતની ગોળીઓ ખવડાવી!
સુરતમાં એસબીઆઈના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતા એક કર્મચારીએ પાંડેસરા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી.
સુરત : ગુજરાતમાં ગુનાખોરીની વાત આવે અને સુરતનું નામ ન આવે એવુ લગભગ શક્ય નથી. સુરતમાં દરરોજ ગુનેગારો કોઈને કોઈ મોટી ઘટનાઓને અંજામ આપતા જ રહે છે. ત્યારે હવે ફરી એક વખત સુરતમાં એક બેંક કર્મચારીએ યુવતીને ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યુ છે.

મળતી વિગતો અનુસાર, સુરતમાં એસબીઆઈના ક્રેડિટ કાર્ડ વિભાગમાં કામ કરતા એક કર્મચારીએ પાંડેસરા વિસ્તારમાં રહેતી એક યુવતીને લગ્નની લાલચ આપી પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી, આ પ્રેમ પ્રકરણનો અંજામ એ આવ્યો કે આરોપીએએ પ્રેમીકા પર દુુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવી દીધી, જે બાદ આરોપીએ પોતાનું પાપ છુપાવવા માટે તેને ગર્ભપાતની ગોળીઓ પણ ખવડાવી. આખરે હવે આરોપીઓની કરતુતનો પર્દાફાશ થયો છે અને મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.
વિગતો અનુસાર, પાંડેસરા વિસ્તારમાં રહેતી ઇન્ટીરીયર ડિઝાઇનરનો અભ્યાસ કરતી યુવતીનો પરિચય દોઢ વર્ષ પહેલા એસબીઆઇના ક્રેડિટ કાર્ડ માટે બમરોલી એસબીઆઇની બ્રાંચમાં હેમચંદ્ર રતનલાલ દાયમ સાથે થયો હતો. જે બાદ આરોપીએ સતત કોલ કરી આત્મહત્યાની ધમકી અને નોકરીની લાલચ આપી યુવતીને તેના ઘરે લઇ ગયો હતો, જ્યાં તેને માતા, ભાઇ અને પત્નીને બહેન તરીકે ઓળખાવી તેમ દોઢ વર્ષની પુત્રીની પણ ઓળખ ભાણેજ તરીકે ઓખળ આપી હતી.
જે બાદ આગળ વધતા આરોપીએ લીવ ઈન કરાર પર બળજબરી પુર્વક સહીં કરાવી ડુમ્મસની એક હોટલમાં લઇ જઇ શરીર સંબંધ બાંધ્યો હતો અને ગર્ભવતી કરી હતી. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે યુવતીએ હેમચંદ્રના પેટીએમ પ્રોફાઇલમાં પત્ની સાથેનો ફોટો જોઈ લેતા ભાંડો ફુટી ગયો હતો, જેથી આરોપીએ યુવતીને જબરજસ્તી ગર્ભપાતની ગોળીઓ આપી હતી. હાલ આ મામલે પાંડેસરા પોલીસે ફરીયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
