સાત સેકેન્ડમાં જમીનદોસ્ત થયો 85 મીટર લાંબો કુલિંગ ટાવર, જુઓ વીડિયો
પાવર સ્ટેશનના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર પટેલે માહિતી આપી હતી કે, આ કૂલિંગ ટાવર અમારા જૂના ટાવરનું સહાયક એકમ હતું. આ પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો. વિસ્ફોટક સામગ્રીને કૂલિંગ ટાવરના પિલરમાં ડ્રિલ કરીને ફીટ કરવામાં આવે છ
સુરત શહેરમાં ઉતરણ પાવર સ્ટેશનમાં સ્થિત 30 વર્ષ જૂનો કુલિંગ ટાવરને મંગળવારના રોજ નિયંત્રિત વિસ્ફોટ મારફતે ધ્વંસ્ત કરવામાં આવ્યો છે. આ ટાવરની લંબાઇ 85 મીટર છે. આ ટાવર સવારે 11:10 કલાકે ધ્વંસ્ત કરવામાં આવ્યો હતો. આ ટાવર ફક્ત 7 સેકેન્ડમાં જ જમીનદોસ્ત થઇ ગયો હતો. ઉલ્લેખનીય છે કે, ટાવર ધ્વંસ્ત કરવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર, પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે, ધ્વંસ પાવર હાઉસ માટે લગભગ 220 કિલો કોમર્શિયલ વિસ્ફોટકોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
|
1993માં કાર્યરત થયો હતો આ પ્લાન્ટ
પાવર સ્ટેશનના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર આર પટેલે માહિતી આપી હતી કે, આ કૂલિંગ ટાવર અમારા જૂના ટાવરનું સહાયકએકમ હતું. આ પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો.
તેમણે વધુમાં માહિતી આપી હતી કે, વિસ્ફોટક સામગ્રીને કૂલિંગ ટાવરના કોલમમાં ડ્રિલકરીને ફીટ કરવામાં આવે છે, ત્યારબાદ તેને મેટલ મેશથી ઢાંકી દેવામાં આવે છે, જેથી બ્લાસ્ટ પછી ધાતુ બહાર ન આવે. કૃત્રિમ ફેબ્રિક બીજાસ્તર તરીકે દાખલ કરવામાં આવે છે. અમે કપડાં પણ મહત્વના સ્થળોએ રાખીએ છીએ.

2017માં લેવામાં આવી હતી સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની મંજૂરી
આર. આર. પટેલે વધુમાં માહિતી આપી હતી કે, ટાવર ગુજરાત રાજ્ય વિદ્યુત નિગમના 135 મેગાવોટ પાવર પ્લાન્ટનો ભાગ હતો અને તેનોઉપયોગ ઠંડક માટે કરવામાં આવતો હતો.
1993માં બાંધવામાં આવેલા ટાવરનું ડિમોલિશન ટેકનો-કોમર્શિયલ કારણોસર જરૂરી બન્યું હતુંઅને 2017માં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીની મંજૂરી લેવામાં આવી હતી.
|
લોકોને ટાવરથી રાખવામાં આવ્યા હતા દૂર
મળતી માહિતી અનુસાર, વિસ્ફોટ સ્થળની આસપાસના વિસ્તારમાં હાજર લોકોને સાવચેતીના પગલા તરીકે ટાવરથી લગભગ 250-300મીટર દૂર રાખવા માટે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું. નોંધનીય છે કે, આ વિસ્તાર તાપી નદીના કિનારે આવેલો છે.
પાવર સ્ટેશનના ચીફ એક્ઝિક્યુટિવ એન્જિનિયર આર. આર. પટેલે માહિતી આપી હતી કે, આ કૂલિંગ ટાવર અમારા જૂના ટાવરનું સહાયકએકમ હતું. આ પ્લાન્ટ 1993માં કાર્યરત થયો હતો. વિસ્ફોટક સામગ્રીને કૂલિંગ ટાવરના પિલરમાં ડ્રિલ કરીને ફીટ કરવામાં આવે છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ








Click it and Unblock the Notifications
