સૌરાષ્ટ્રમાં કોરોનાના કારણે સાત મોત, જાણો દેશ અને રાજ્યમાં કોરોનાની સ્થિતિ

કોરોના વાયરસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત થયા હોવા છતાં બુધવારના રોજ કોરોના કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે.

રાજકોટ : કોરોના વાયરસના સૌરાષ્ટ્ર વિસ્તારમાં સારવાર દરમિયાન સાત લોકોના મોત થયા હોવા છતાં બુધવારના રોજ કોરોના કેસની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાંથી ત્રણ, ભાવનગર શહેરમાં એક, દેવભૂમિ દ્વારકામાં બે અને ભાવનગર ગ્રામ્યમાં એક મૃત્યુ નોંધાયું છે.

corona

રાજકોટ શહેરમાં 83 નવા કોરોનાવાયરસ કેસ નોંધાયા હતા અને એક્ટિવ કેસ ઘટીને 319 થયા હતા. રાજકોટ ગ્રામ્યમાં, 51 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

ગુજરાતમાં 2560 નવા પોઝિટિવ કેસ ઉમેરાયા, કુલ 12 લાખને પાર થયા છે. અમદાવાદ શહેરમાંથી 986, સુરતમાં 161, વડોદરામાં 406, રાજકોટમાં 134 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં 8812 લોકો કોરોના મુક્ત થયા છે. જે બાદ રાજ્યમાં કુલ 1170117 દર્દી સાજા થયા છે.

આ સાથે રાજ્યમાં 24 દર્દીના મોત થયા છે. જે બાદ કોરોનાને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા 10740 થઇ છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 27355 છે. આ સાથે રાજ્યમાં કુલ મળીને 5.16 કરોડને કોવિડ રસીના પ્રથમ અને 4.7 કરોડ બીજા ડોઝ આપવામાં આવે છે.

જો દેશમાં કોરોનાની પરિસ્થિતિ અંગે વાત કરવામાં આવે તો ગુરૂવારના રોજ 67,084 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. જ્યારે 1,241 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X