Rajkot Fire : ગેસના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, ફાયર એન્જિન ઘટનાસ્થળે
Rajkot Fire : રાજકોટમાં સોમવારના રોજ એક ગેસ ગોડાઉનમાં ભીષણ આગ લાગી હતી. ઘટના અંગે મળતી માહિતી મુજબ રાજકોટ જિલ્લાના ગાલા ગામ પાસે મોરબી માળીયા હાઈવે પર ગેસના ગોડાઉનમાં આગ ફાટી નીકળી હતી.
સ્થળ પર હાજર ફાયર બ્રિગેડ - આગની માહિતી મળતાં જ ફાયરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.

કોઈ જાનહાનિના અહેવાલ નથી - ફાયર બ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, કોઈ જાનહાનિ કે ઈજાના અહેવાલ નથી. સ્થાનિક લોકોએ આગની જ્વાળા જોઈ ફાયર વિભાગને જાણ કરી હતી.
માહિતી મળ્યા બાદ ફાયર એન્જિન અને અધિકારીઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને કામગીરી શરૂ કરી હતી. અધિકારીઓએ આ ઘટના અંગે જણાવ્યું હતું કે, ફાયર ટેન્ડર ઘટનાસ્થળે હાજર છે અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.












Click it and Unblock the Notifications
