રાજકોટ સીટી બસ ડ્રાઈવરનો ચાલુ બસે મસાલો ચોળતો વીડિયો વાયરલ, સસ્પેન્ડ કરાયો
રાજકોટમાં બીઆરટીએસ રૂટ પર ચાલી રહેલી સીટી બસ સેવા ફરી એકવાર વિવાદોમાં આવી છે. સીટી બસના ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરીનો ચાલતી બસમાં માવો ઘસતો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વીડિયો વાયરલ થયા બાદ મ્યુનિસિપલ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી ડ્રાઈવરને સસ્પેન્ડ કર્યો છે. વીડિયો વાયરલ થયા બાદ તંત્ર એક્શનમાં આવ્યુ અને કાર્યવાહી કરાઈ છે.

આ સમગ્ર મામલે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીટી એન્જિનીયર પરેસ અઢીયાએ એક નિવેદનમાં મીડિયાને જણાવ્યુ કે, આ વીડિયો ધ્યાને આવ્યો છે અને ખૂબ જ ગંભીર બાબત છે. મુસાફરોના જીવ જોખમમાં મૂકીને આવી બેદરકારી સ્વીકારી શકાય નહીં. ડ્રાઈવર ઈન્દ્રજીતસિંહ મોરીને તાત્કાલિક સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને નવી નોટિસ ન થાય ત્યાં સુધી સેવામાં પરત બોલાવવામાં આવશે નહીં.
આ વીડિયો માધાપર ચોકડીથી ગોંડલ ચોકડી જતાં બસનો હોવાનું જાણવા મળ્યું છે. છેલ્લા કેટલાક સમયથી સીટી બસ ડ્રાઈવરોની બેદરકારીને કારણે અવાર-નવાર અકસ્માતો થવાની ઘટનાઓ સામે આવી રહી છે.
આ ઘટનાને કારણે સીટી બસ સેવાની સલામતી પર પ્રશ્નાર્થ ઉઠ્યા છે. તંત્ર દ્વારા ડ્રાઈવરો માટે કડક નિયમો લાગુ કરવાનો પ્રયાસ કરવામાં આવશે કે કેમ તે જોવાનું રહેશે.
-
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Gujarat Weather: રાજયમાં કાળઝાળ ગરમી વચ્ચે બે દિવસ વરસાદી સંકટ, જાણો હવામાન વિભાગની આગાહી -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી










Click it and Unblock the Notifications
