સૌરાષ્ટ્રના સારા સ્વાસ્થ્ય માટે રાજકોટ AIIMS સજ્જ
રાજકોટ : સૌથી મહત્વાકાંક્ષી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (AIIMS) પ્રોજેક્ટ પર કામ સંતોષકારક રીતે ચાલી રહ્યું છે. સત્તાવાળાઓએ ગત વર્ષે 31મી ડિસેમ્બરથી ઓપીડી (આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) શરૂ કરી છે, ત્યારે ઓગસ્ટ 2023 સુધીમાં સંપૂર્ણ સુવિધાયુક્ત હોસ્પિટલ ઓપરેશન શરૂ થવાની ધારણા છે. જો કે, જિલ્લા સત્તાધિકારી માર્ચ 2023 સુધીમાં IPD (ઇન-પેશન્ટ વિભાગ) શરૂ કરવા સખત મહેનત કરી રહી છે.

રાજકોટના જામનગર રોડ પર આવેલા ખંડેરી અને પરા પીપળીયા ગામની રેવન્યુ વિસ્તારમાં 201 એકર જમીનમાં હોસ્પિટલની મુખ્ય ઇમારત સહિત કુલ 25 બિલ્ડીંગ અંદાજિત રૂપિયા 1,195 કરોડના ખર્ચે બની રહી છે.
ઓપીડી શરૂ થઈ ગઈ હોવા છતાં હોસ્પિટલ શહેરથી ઘણી દૂર આવેલી હોવાથી હાલમાં તેને ખૂબ જ નીરસ પ્રતિસાદ મળી રહ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, હોસ્પિટલમાં દરરોજ માત્ર 100 જેટલા દર્દીઓ ઓપીડી સેવા માટે આવે છે. દર્દીઓને પરિસરમાં પહોંચવામાં મદદ કરવા માટે રાજકોટ શહેરના મુખ્ય વિસ્તારોમાંથી હોસ્પિટલ માટે બસ સેવા શરૂ કરવા માટે જિલ્લા સત્તાધિકારી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) સાથે વાતચીત કરી રહી છે.
ટાઇમ્સ એફ ઇન્ડિયા સાથેની વાતચીરમાં રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, "સિટી બસ સેવા શરૂ થયા બાદ, વધુ દર્દીઓ હોસ્પિટલમાં આવશે. અમે ટૂંક સમયમાં ઓનલાઈન OPD અને ટેલિમેડિસિન સેવાઓ પણ શરૂ કરવા જઈ રહ્યા છીએ જેથી વધુમાં વધુ દર્દીઓને નિષ્ણાતોનો લાભ મળે.
રાજકોટ જિલ્લા સત્તાધિકારીના જણાવ્યા મુજબ, AIIMS રાજકોટે દર્દીઓના તમામ પાસાઓની કાળજી લેવા માટે પૂરતી સંખ્યામાં ફેકલ્ટી, વરિષ્ઠ અને જુનિયર રેસિડેન્ડ, નર્સો, પેરામેડિકલ સ્ટાફ અને હોસ્પિટલ સપોર્ટ સ્ટાફની નિમણૂક કરી છે. હોસ્પિટલમાં પાંચ માળ છે, જેમાં રેડિયોથેરાપીની સુવિધા બેઝમેન્ટમાં હશે, જ્યારે ડોકટર્સનો રૂમ, લેબોરેટરી કન્સલ્ટન્ટ રૂમ, ફાર્મસી સ્ટોર ગ્રાઉન્ડ ફ્લોર પર હશે. ICU, વિવિધ વોર્ડ, કન્સલ્ટન્ટ રૂમ અને ઓબ્ઝર્વેશન રૂમ ઓપરેશન થિયેટર પહેલા માળે હશે. લેક્ચરર્સ રૂમ, વિવિધ વોર્ડ, ઓપરેશન થિયેટર બીજા માળે હશે જ્યારે વોર્ડ અને ડોક્ટર્સ રૂમ ત્રીજા, ચોથા અને પાંચમા માળે હશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ









Click it and Unblock the Notifications
