Rajkot Accident News: રેલિંગ તોડીને ભાદર નદીમાં ખાબકી કાર, ચારના મોત
Rajkot Accident News: ગુજરાતના રાજકોટમાંથી એક કરૂણ અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજકોટમાં એક કાર રેલિંગ તોડીને ડેમમાં પડી હતી, જેના કારણે ચાર લોકોના મોત થયા હતા.
ધોરાજીના ભાદર ડેમમાં આ અકસ્માત થયો હતો. અકસ્માતનું કારણ કારનું ટાયર ફાટવું હોવાનું કહેવાય છે. તમામ મૃતકો ધોરાજીના રહેવાસી છે.
ઉલ્લેખનીય છે કે, ધોરાજીના બે પરિવાર સોમયજ્ઞથી પરત ફરી રહ્યા હતા, ત્યારે કારનું ટાયર ફાટતા કાર બેકાબુ થઇ ગઈ હતી. ટાયર ફાટવાને કારણે કાર બ્રિજની રેલિંગ તોડીને પાણીમાં પડી ગઈ હતી.
જેના કારણે કારમાં સવાર 4 લોકોના ડૂબી જવાથી મોત થયા હતા. તમામ મૃતકોને તરવૈયાઓની મદદથી બહાર કાઢવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર, મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતની માહિતી મળતા જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

ઈજાગ્રસ્તો અને મૃતકોના મૃતદેહને ધોરાજી હોસ્પિટલમાં લઈ જવાયા છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, ભાદર પુલ પર કારનું ટાયર ફાટ્યું હતું, જેના કારણે કાર કાબૂ બહાર ગઈ હતી.
કાર 50 ફૂટથી વધુ નીચે પડી હતી. કારમાં મુસાફરી કરી રહેલા ધોરાજીના ઠુમ્મર અને કોયાણી પરિવારની ત્રણ મહિલા સભ્યો સહિત ચાર લોકોના કરૂણ મોત નિપજ્યા છે.
મૃતકોના નામ દિનેશભાઈ ઠુમ્મર, લીલાવંતીબેન ઠુમ્મર, હાર્દિકાબેન ઠુમ્મર અને સંગીતાબેન કોયાણી છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
