રાજકોટ: 8 વર્ષનો બાળક ઢળી પડ્યો, હાર્ટ એટેકની આશંકા
Rajkot, heart attack: ગુજરાતમાં હાર્ટ એટેકના કેસમાં વધારો થઈ રહ્યો છે. નાના બાળકોને પણ હવે હાર્ટ એટેક આવવાના કિસ્સા સામે આવી રહ્યા છે. આવા જ સમાચાર રાજકોટથી સામે આવી રહ્યાં છે. જ્યાં ધોરણ 4માં અભ્યાસ કરતા બાળકનું હાર્ટ એટેકથી મોત થયાનું અનુમાન છે.
ધોરણ 4માં અભ્યાસ કરતા પૂર્વાગ નેમિશભાઈ ધામેચા બે દિવસથી ઝાડા ઊલટીની બીમારીમાં સપડાયો હતો. આ બાળક માટે તેના પરિવારે ખાનગી દવાખાનામાંથી દવા લીધી હતી. બાળક પોતાના ઘરે જમવા બેઠો હતો, ત્યારે ઊલટી થતાં તે બેભાન હાલતમાં ઢળી પડ્યો હતો.

પૂર્વાગને વધુ સારવાર મળે તે પહેલાં જ તેનું મોત નિપજ્યું હતું. આ બાળકનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાનો તબીબોએ અભિપ્રાય આપ્યો હતો. હાલ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે, જે બાદ સાચી હકીકત સામે આવશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા રાજકોટના જેતપુરમાં પરપ્રાંતિય મજૂરને હાર્ટ એટેક આવ્યો હતો. જૂની સાંકળી ગામે સીમ વિસ્તારની વાડીમાં ખેત મજૂરી કરતા મજૂરને હાર્ટ એટેક આવતા જેતપુર સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાતા ફરજ પરના ડૉક્ટરે મૃત જાહેર કર્યો હતો. જીતન ગંગારામ નામના 20 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે નિધન થતાં પરિવારમાં શોક ફેલાયો હતો.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
