તાપમાનનો પારો ઉંચકાતા સન સ્ટ્રોકનો ભોગ બની રહ્યા છે લોકો
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને આ મહિને 1,420 કોલ્સ પ્રાપ્ત થયા હતા, જેમાંથી મોટા ભાગના 15 માર્ચ પછીના છે, જ્યારે તાપમાનનો પારો વધવા લાગ્યો હતો.
રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રમાં કાળઝાળ ગરમીને કારણે લોકો બીમાર પડી રહ્યા છે. 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓને આ મહિને 1,420 કોલ્સ પ્રાપ્ત થયા હતા, જેમાંથી મોટા ભાગના 15 માર્ચ પછીના છે, જ્યારે તાપમાનનો પારો વધવા લાગ્યો હતો. મોટાભાગની ફરિયાદો હીટ સ્ટ્રોક, ચક્કર અને શ્વાસની સમસ્યાઓ સંબંધિત કારણોને લીધે લોકોના બેહોશ થવાની હતી.

સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે બહાર ન નીકળે
GVK EMRI, રાજકોટના પ્રોગ્રામ મેનેજર મનવીર ડાંગરે જણાવ્યું હતું કે, અમને માત્ર છેલ્લા એક સપ્તાહમાં જ હીટ સ્ટ્રોક સંબંધિત 250 કોલ આવ્યા છે અને એપ્રિલ અને મે મહિનામાં આ સંખ્યામાં વધારો થવાની ધારણા છે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલાથી જ લોકોને, ખાસ કરીને સગર્ભા સ્ત્રીઓ, બાળકો અને વૃદ્ધોને બપોરના સમયે બિનજરૂરી રીતે બહાર ન નીકળવા માટે સલાહ આપવામાં આવી રહી છે.
સન સ્ટ્રોકથી બચાવવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરો
રાજકોટ મ્યુનિસિપલ હેલ્થ ઓફિસર જયેશ વાકાણીએ જણાવ્યું હતું કે, અમે માર્ગદર્શિકા જાહેર કરી છે અને લોકોએ પોતાને સન સ્ટ્રોકથી બચાવવા માટે વધુમાં વધુ પ્રવાહીનું સેવન કરવાનું ચાલુ રાખવું જોઈએ.
ગુજરાતમાં પારો 39ને પાર
વળી, ઉત્તર પ્રદેશ, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળમાં 1 એપ્રિલે હીટ વેવનુ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. ગુજરાતમાં ક્યાંક-ક્યાંક પારો 40ને પાર જઈ શકે છે. હવામાન વિભાગે એલર્ટ રહેવા માટે કહ્યુ છે. રાજસ્થાનના ઘણા જિલ્લાઓમાં પણ પારો ચાલીસનો આંકડો પાર કરી ગયો છે. જયપુર સહિત ઘણા જિલ્લાઓમાં આજે લૂ ની સંભાવના છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
