સૌરાષ્ટ્રમાં તહેવારોની મોજ : 2 વર્ષ બાદ યોજાશે જન્માષ્ટમીનો મેળા
રાજકોટ શહેરમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવશે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા મેળાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
રાજકોટ : શહેરમાં 17 થી 21 ઓગસ્ટ દરમિયાન વાર્ષિક જન્માષ્ટમી મેળાનું આયોજન કરવામાં આવશે. બે વર્ષ બાદ યોજાઈ રહેલા મેળાને લઈને રાજકોટ જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
રાજકોટ જિલ્લા કલેક્ટર અરુણ મહેશ બાબુના જણાવ્યા મુજબ આ વર્ષે શહેર પોલીસ તેમના શસ્ત્રાગારમાં શસ્ત્રોનું પ્રદર્શન કરશે, જ્યારે રાજકોટ મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને કલેક્ટર કચેરી મેળા દરમિયાન સરકારી યોજનાઓનો પ્રચાર કરશે.
રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણી માટે મતદાન અંગે જાગૃતિ લાવવા મેળાનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવાયો છે. તેઓ પ્રથમ વખતના મતદારોને મતદાર યાદીમાં વિગતો અપડેટ કરવા માટે પણ પ્રોત્સાહિત કરશે.
રાજકોટના આ લોક મેળાનું ઉદ્ઘાટન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરે તેવી શક્યતા છે. રાજકોટ જિલ્લા પ્રશાસન દ્વારા મેળાની આવકના 25 ટકા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે.
આ જન્માષ્ટમી લોક મેળા દરમિયાન પીરસવામાં આવતા ખોરાકની ગુણવત્તા ચકાસવા માટે એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવશે. રાજકોટ વહીવટી તંત્ર દ્વારા રાઈડ ફી અને ખાદ્ય ચીજવસ્તુઓની કિંમત પર પહેલેથી જ મર્યાદા મૂકી દીધી છે.

તમામ સમિતિઓના વડાઓને મેળા માટે કામ શરૂ કરવા સૂચના આપી
સંકલન સમિતિ, અમલ સમિતિ અને સાંસ્કૃતિક કાર્યક્રમ સમિતિ જેવી વિવિધ સમિતિઓની રચના કરવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર કે. બી. ઠક્કરે તમામ સમિતિઓના વડાઓને મેળા માટે કામ શરૂ કરવા સૂચના આપી હતી.

ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણીનું ધ્યાન રાખવા જણાવાયું
પોલીસ અધિકારીઓને મેળામાં કાયદો અને વ્યવસ્થા, સીસીટીવી કેમેરા, સુરક્ષા, ટ્રાફિક, પાર્કિંગ અને ઈમરજન્સી હેલ્પલાઈન નંબરની કાળજી લેવા માટે કહેવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને ફાયર સેફ્ટી, આરોગ્ય સુવિધાઓ અને ખાદ્યપદાર્થોની ગુણવત્તાની ચકાસણીનું ધ્યાન રાખવા જણાવાયું હતું.

150 થી વધુ સ્ટોર્સ, રાઇડ્સ અને અન્ય પ્રવૃત્તિઓ મૂકવામાં આવી
આ મેળો સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ રાહ જોવાતી ઘટના છે અને જેઓ સૌરાષ્ટ્રના વતની છે, પરંતુ અન્યત્ર સ્થાયી થયા છે, તેઓ પણ આ કાર્યક્રમમાં જોડાય છે. એક અંદાજ મુજબ, આ મેળા દરમિયાન લગભગ 10 લાખ લોકો રાજકોટ આવે છે. 150 થી વધુ સ્ટોર્સ, રાઇડ્સ અને અન્ય પ્રવૃત્તિઓ મૂકવામાં આવી છે અને મેળો પાંચેય દિવસ 24 કલાક ચાલે છે.

17 ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન
ઉલ્લેખીય છે કે, સૌરાષ્ટ્રના લોકોને બે વર્ષના લાંબા ગાળા બાદ રાજકોટમાં જન્માષ્ટમીનો મેળો માણવાની તક મળશે. કોવિડ રોગચાળાનેધ્યાનમાં રાખીને 2020 અને 2021 માં મેળો રદ્દ કરવામાં આવ્યો હતો.
રાજકોટ કલેક્ટર લોકમેળા સમિતિના વડા છે. રેસકોર્સ મેદાનમાં 17ઓગસ્ટથી 21 ઓગસ્ટ સુધી પાંચ દિવસીય જન્માષ્ટમી લોકમેળાનું આયોજન કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા







Click it and Unblock the Notifications
