ભાવનગર મૂળના ઉદ્યોગપિત સામે ઘરેલૂ હિંસાનો કેસ
ભાવનગર મૂળના ઉદ્યોગપિત સામે ઘરેલૂ હિંસાનો કેસ
21મી સદીમાં ટેક્નોલોજી, સુવિધાઓ, લાઈફસ્ટાઈલ વગેરેમાં સુધારો થતો જઈ રહ્યો છે પરંતુ માણસ હજી ત્યાંને ત્યાં જ છે. ઘરેલૂ હિંસાના મામલા આદીકાળથી ચાલ્યા આવે છે જે સિલસિલો હજી સુધી ખતમ નથી થયો. ગરીબના ઘરમાં પણ ઘરેલૂ હિંસાના મામલા સામે આવે છે અને અમીર લોકોના ઘરેથી પણ ઘરેલૂ હિંસાના મામલા સામે આવે છે. આટલી ભણતર ગણતરી પછી પણ માણસ સુધરવાનું નામ નથી લઈ રહ્યો. જો કે કેટલાક કિસ્સામાં ખોટી ફરિયાદ પણ થઈ હોય શકે છે પરંતુ એવા કેસ બહુ ઓછા હોય જેમાં ખોટી ફરિયાદ થઈ હોય. અત્યારનો તાજા મામલો રાજકોટથી સામે આવ્યો છે જ્યાં ઉદ્યોગપતિના પત્નીએ સાસરી પક્ષ પર ઘરેલૂ હિંસાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

ભાવનગર મૂળના પ્લાસ્ટિકના વેપાર સાથે સંકળાયેલા ઉદ્યોગપતિના પત્નીએ રાજકોટ મહિલા પોલીસ સ્ટેશને પોતાના જ પતિ સામે ગંભીર આરોપો લગાવ્યા છે. ફરિયાદીએ આરોપી સામે ઘરેલૂ હિંસા અને પોતાના પરિજનોની સતામણી કરતો હોવાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે કેસ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે જણાવ્યા મુજબ ચૈતાલી મકવાણાએ પોતાના પતિ ભરત, સસરા દીલિપ મકવાણા, સાસુ હંસા અને ત્રણ નણંદ સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ચૈતાલી અને ભરત મકવાણાએ 2016માં રાજકોટમાં લગ્ન કર્યાં હતાં. ફરિયાદમાં ચૈતાલી મકવાણાએ નોંધાવ્યું કે તેના સાસરી પક્ષ વાળા તેને તેના પોશાક, રસોઈ વગેરે બાબતે ટોણા મારતા રહેતા હતા અને અવારનવાર તેને માનસિક તથા શારીરિક પજવણી કરતા હતા. પોતાની ફરિયાદમાં તેમણે જણાવ્યું કે 2017માં મહેમાનોની સામે જ તેના પતિએ શારીરિક પજવણી કરી હતી જે બાદથી ચૈતાલી પોતાના પતિનું ઘર છોડીને ચાલી ગઈ હતી.












Click it and Unblock the Notifications
