Gujarat corona update : 3 મૃત્યુ અને 565 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાતમાં શનિવારની સાંજે પૂરા થયેલા 24 કલાકમાં 565 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ દર્દીઓ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે.

રાજકોટ : ગુજરાતમાં શનિવારની સાંજે પૂરા થયેલા 24 કલાકમાં 565 નવા કોવિડ -19 કેસ નોંધાયા છે, જ્યારે ત્રણ દર્દીઓ કોરોના સંક્રમણના કારણે મૃત્યુ પામ્યા છે. રાજકોટ અને ભાવનગર શહેરો અને મહેસાણા જિલ્લામાં એક-એક મૃત્યુ સાથે રાજ્યનો મૃત્યુઆંક વધીને 10,990 થયો છે.

કુલ રિકવરીની સંખ્યા 12,50,370 પર પહોંચી

કુલ રિકવરીની સંખ્યા 12,50,370 પર પહોંચી

ગુજરાતમાં નવા પોઝિટિવ કેસમાં અમદાવાદના 194, રાજકોટના 73, વડોદરાના 54 અને સુરત જિલ્લાના 47નો સમાવેશ થાય છે.

સત્તાવારસૂત્રોએ જણાવ્યું હતું કે, રોગચાળો ફાટી નીકળ્યા બાદ રાજ્યમાં કુલ કેસોની સંખ્યા 12,64,853 છે.

આ સાથે 24 કલાકમાં 891 દર્દીઓને પણરજા આપવામાં આવી હતી, જેનાથી કુલ રિકવરીની સંખ્યા 12,50,370 પર પહોંચી છે.

5.38 કરોડ લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા

5.38 કરોડ લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા

શનિવારના રોજ પ્રથમ ડોઝ માટે 4,060 લોકોને અને બીજા ડોઝ માટે 6,667 લોકોને રસી આપવામાં આવી હતી. કુલ મળીને, 5.43 કરોડલોકોને પ્રથમ ડોઝ માટે અને 5.38 કરોડ લોકોને કોરોના રસીના બન્ને ડોઝ આપવામાં આવ્યા છે.

વેક્ટર-જન્ય રોગોમાં નોંધપાત્ર વધારો

વેક્ટર-જન્ય રોગોમાં નોંધપાત્ર વધારો

ઉલ્લેખનીય છે કે, કોવિડ -19 ની સાથે, રાજ્ય સ્વાઈન ફ્લૂના પ્રકોપ સામે પણ લડી રહ્યું છે અને વરસાદને કારણે અન્ય વેક્ટર-જન્ય રોગોમાંનોંધપાત્ર વધારો થયો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X