ગીર-સોમનાથમાં 48 કલાકમાં 330 mm વરસાદ નોંધાયો, જાણો હવામાન વિભાગની આગાહી
ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આ વિસ્તાર પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે.
રાજકોટ : ગીર-સોમનાથ જિલ્લામાં છેલ્લા બે દિવસથી સતત પડી રહેલા ધોધમાર વરસાદને કારણે આ વિસ્તાર પૂર જેવી સ્થિતિનો સામનો કરી રહ્યો છે. સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર મુજબ, કોડીનાર તાલુકામાં છેલ્લા 48 કલાકમાં સૌથી વધુ 330 mm વરસાદ નોંધાયો છે, ત્યારબાદ સુત્રાપાડામાં 325 mm અને વેરાવળ તાલુકામાં 170 mm વરસાદ નોંધાયો છે. વેરાવળ-કોડીનાર રાષ્ટ્રીય ધોરીમાર્ગ વાહનો માટે બંધ કરાયો છે.

અતિભારે વરસાદની આગાહી
આ સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંવરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
જેમાં હવામાન વિભાગે 8 અને 9 જુલાઈના અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, કચ્છ, જામનગર,અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં હવામાન વિભાગે રાખીને માછીમારોનેદરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

સાબરકાંઠા અને અરવલ્લીમાં થશે ભારે વરસાદ
આ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદનીઆગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાછે.આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે.
આ સાથે દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર તેમજ મોરબીમાં પણ ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
