રાજકોટમાં બનશે સૌપ્રથમ સ્વામિનારાયણ કન્યા ગુરુકુલ
First Swaminarayan Kanya Gurukul: રાજકોટ જિલ્લાના કાગદડી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના આશીર્વાદ સાથે સ્વામિનારાયણ કન્યા ગુરુકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને આ કન્યા ગુરુકુળના ટ્રસ્ટી જાહેર કરવામાં આવ્યા છે.
રાજકોટ સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાન કાગદડીમાં 18 એકર જમીનમાં આધુનિક કન્યા ગુરુકુલનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની અધ્યક્ષતામાં સોમવારના રોજ શિલાન્યાસ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે આચાર્ય દેવવ્રતે જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુળમાં દિકરીઓના શિક્ષણથી પરિવાર, સમાજ અને રાષ્ટ્રનું ઘડતર થશે. ગુરુકુળની દીકરીઓએ એ રીતે આગળ વધવાનું છે કે, તેઓ વિકસિત ભારતના પીએમના સંકલ્પમાં યોગદાન આપે.
આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુલની સ્થાપનાનો સ્વામિનારાયણ સંતોનો નિર્ણય ઐતિહાસિક અને ક્રાંતિકારી છે.
રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે, કન્યા ગુરુકુળમાં દીકરીઓ શ્રેષ્ઠ વિચારો સાથે શિક્ષણ અને જ્ઞાન મેળવીને તેજસ્વિની બનશે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
