હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી
આગામી થોડા દિવસોમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.
રાજકોટ : આગામી થોડા દિવસોમાં રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, ગીર-સોમનાથ, અમરેલી અને પોરબંદરમાં છૂટાછવાયા અતિ ભારે વરસાદ સાથે કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. તમામ જિલ્લાના કલેક્ટરે લોકોને સતર્ક રહેવા અને નદીના પટ્ટાની નજીક ન જવાની ચેતવણી આપી છે.

ભાદર - 2 ડેમ હાલ 70 ટકા ભરાયો
વહેલી સવારથી જ રાજકોટ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં મેઘરાજા અમીવર્ષા વરસાવી રહ્યા છે, ત્યારે ધોરાજી તાલુકાના ભૂખી ગામપાસેનો ભાદર - 2 ડેમ હાલ 70 ટકા ભરાઈ ચૂક્યો છે. ડેમમાં પાણીની આવક સતત ચાલુ હોવાથી ગમે ત્યારે ડેમનાં દરવાજા ખોલવામાંઆવી શકે છે. જેને ધ્યાનમાં રાખીને ડેમની હેઠવાસમાં આવેલા ધોરાજી તાલુકાના ભોળા, ભોલગામડા, છાડવાવદર, સુપેડી ઉપલેટા તાલુકાનાડુંમીયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગાધા, ગંદોડ, હાડફોડી, ઈસરા, કુંઢેચ, લાઠ, મેલી મજેઠી, નિલાખા, તલગણા, ઉપલેટા,માણાવદર તાલુકાના વેકરી, ચીખલોદરા, બિલડી, વાડાસડા કુતિયાણા તાલુકાના રોધડા, ચીંટા, થેપડા, માંડવા, કટવાણા, કુતીયાણા,પસવાડી, સેગરસ, ભોગસર, છત્રાવા પોરબંદરના ગરેજ, ચીકાસા, નવીબંદર, મીત્રાળા ગામના લોકોને નદીના પટમાં અવર-જવર નહીંકરવા તથા સાવચેત રહેવા ફ્લડ કંટ્રોલ રૂમ તરફથી જણાવવામાં આવ્યું છે.

અતિભારે વરસાદની આગાહી
આ સાથે ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સમગ્ર ગુજરાતમાંવરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં અમુક વિસ્તારમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના
જેમાં હવામાન વિભાગે 8 અને 9 જુલાઈના અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં વલસાડ, નવસારી, કચ્છ, જામનગર,અને દેવભૂમિ દ્વારકામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ આગાહીને ધ્યાનમાં હવામાન વિભાગે રાખીને માછીમારોનેદરિયો ન ખેડવા માટે સૂચના આપી છે.

સાબરકાંઠા અને અરવલ્લીમાં થશે ભારે વરસાદ
આ સાથે વરસાદી સિસ્ટમ સક્રિય થવાને કારણે ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાકમાં હળવાથી મધ્યમ વરસાદનીઆગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદ થાય તેવી શક્યતાછે. આ ઉપરાંત સાબરકાંઠા અને અરવલ્લીમાં ભારે વરસાદ થઇ શકે છે.
આ સાથે દાહોદ, મહીસાગર, સુરેન્દ્રનગર તેમજ મોરબીમાં પણ ભારેવરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને તંત્ર પણ એલર્ટ મોડ પર છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
