ગુજરાત ATS એ રાજકોટમાંથી અલકાયદાના 3 આતંકી ઝડપ્યા, 14 દિવસના રિમાન્ડ પર મોકલાયા
બાંગ્લાદેશથી મિશન રાજકોટને અંજામ આપવા માટે આવેલા પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અલ કાયદા સાથે સંકળાયેલા 3 કટ્ટરપંથી આતંકવાદીઓને રાજકોટથી એટીએસે ઝડપી લીધા હતા.
રાજકોટના સોની બજારમાં છેલ્લા 3 વર્ષથી આ આતંકવાદીઓ બંગાળના અલ કાયદાના હેન્ડલર સાથે સંપર્કમાં હતા. આ લોકો જેહાદી સાહિત્ય અને ઉશ્કેલણીજનક વીડિયો મેળવીને સાથી કારીગરોને ભડકાવતા હતા.

ગુજરાત એટીએસની અલગ અલગ બે ટીમો છેલ્લા ત્રણ-ચાર દિવસથી રાજકોટમાં તપાસ કરી રહી હતી. આ દરમિયાન એટીએસને ગઈકાલે રાતે આતંકી પ્રવૃત્તિ અલકાયદા મોડ્યૂલ સાથે સંકળાયેલા 3 આતંકીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. આરોપીઓ પાસેથી ઓટો જનરેટ ગન તેમજ 10 જેટલી જીવતી કારતૂસ જપ્ત કરવામાં આવી હતી. આરોપીઓને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
તમને જણાવી દઈએ કે અગાઉ અમદાવાદ અને પોરબંદરમાં ફરિયાદ આધારે આતંકવાદીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા. રાજકોટની આ ઘટના ત્રીજી છે. મળતી માહિતી મુજબ ગુજરાત એટીએસ પોરબંદરમાં આતંકવાદીઓ ઝડપાયા બાદ સક્રિય હતી. રાજકોટમાં આ ત્રણ લોકો શંકાસ્પદ રીતે આતંકવાદી સંગઠન અલકાયદાની સામગ્રી સાથે તેનો ફેલાવો કરવાનો પ્રયત્ન કરી રહ્યા હતા.
એટીએસ સૂત્રોના જણાવ્યા મુજબ માહિતી મળી હતી કે, રાજકોટમાં સોની બજારમાં 6 મહિનાથી કામ કરતા ત્રણ શંકાસ્પદ લોકો આતંકી સંગઠન અલકાયદાનો ફેલાવો કરી તેનો પ્રચાર કરી રહ્યા છે, જેના આધારે શંકાસ્પદ આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં (1) અમન મલિક (2) શુકુર અને (3) શૈફ નવાઝ સામેલ છે. તેમની પાસેથી ગેરકાયદેસર એક પિસ્તોલ સહિત 10 કારતૂસ મળી આવ્યા છે, જેનો કબજો લઈ ત્રણેની ધરપકડ કરવામાં આવી છે.
ઝડપાયેલ આતંકવાદી અમન અંદાજે એક વર્ષથી ટેલિગ્રામ એપના માધ્યમથી બાંગ્લાદેશી હેન્ડલર અબુ તલહા અને ફરસાન નામના વ્યક્તિઓ સાથે સંપર્કમાં હતો અને બાદમાં અલ કાયદા તંજીમમાં જોડાયો હતો. તે કન્વરસેશન એપ્લીકેશનના માધ્યમથી ઉશ્કેરણીજનક સાહિત્ય અને વીડિયો મેળવતો અને ઓનલાઈન માધ્યમથી ઓટોમેટીક હથિયાર ઓપરેટ કરવાની તાલીમ પણ મેળવતો. એપના માધ્યમથી તે મુઝમ્મીલના સંપર્કમાં આવ્યો. જે જેહાદ અને હિજરત માટે પ્રેરિત કરતો હતો.
નોંધનીય છે કે જૂન 2023માં પણ ગુજરાતમાં એટીએસ દ્વારા આઈએસઆઈએસના મોટા મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. એટીએસે એક મહિલા સહિત કુલ ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ અફઘાનિસ્તાન થઈને ઈરાન જવાની તૈયારી કરી રહ્યા હતા અને બાદમાં તેઓ આઈએસઆઈએસમાં સામેલ થવાના હતા. તપાસ એજન્સીએ આ આરોપીઓ પાસેથી અનેક શંકાસ્પદ વસ્તુઓ જપ્ત કરી હતી.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન








Click it and Unblock the Notifications
