25 february Covid Update : જાણો સૌરાષ્ટ્ર, ગુજરાત અને ભારતની કોરોના અપડેટ
રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ 11 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 23 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
25 february Covid Update : રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ 11 વ્યક્તિનો કોરોના વાયરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જ્યારે 23 દર્દીઓ સ્વસ્થ થયા હતા. જેનાથી રાજકોટ શહેરમાં કુલ એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે. રાજકોટ ગ્રામ્યમાં 5 લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાથે રાજકોટ ગ્રામ્યમાં 7 દર્દીઓ કોરોના મુક્ત થતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ વચ્ચે રાહતના સમાચાર એ છે કે, રાજકોટ શહેર કે ગ્રામ્ય વિસ્તારમાં કોરોનાને કારણે કોઇ મૃત્યુ નોંધાયું નથી.
|
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ
ગુજરાતમાં ગુરૂવારના રોજ કોવિડ 19ના 239 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે 8 દર્દીના મોત થયા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 729 દર્દીઓ કોરોનામુક્ત થયા હતા.
જો શહેરોમાં કોરોના સંક્રમણની વાત કરવામાં આવે તો, અમદાવાદમાં 115, વડોદરામાં 53, રાજકોટમાં 16, સુરતમાં 17, ગાંધીનગરમાં 12 અનેબનાસકાંઠામાં 9 કેસ નોંધાયા હતા.
હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,919 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,08,013 દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસનીસંખ્યા 2942 છે.
|
ભારતમાં કોરોના સંક્રમણની સ્થિતિ
ભારતમાં છેલ્લા 24 કલાકમાં 13,166 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 26,988 દર્દીએ કોરોના મુક્ત થયા છે. આ સાથે 302 કોરોના પોઝિટિવ દર્દીઓ મૃત્યુપામ્યા છે.
- એક્ટિવ કેસ : 1,34,235 (0.31%)
- ડેઇલી પોઝિટિવ રેટ : 1.28%
- કુલ રિકવરી : 4,22,46,884
- મૃત્યુઆંક : 5,13,226
- કુલ રસીકરણ: 1,76,86,89,266
|
અત્યાર સુધીમાં 4,22,46,884 કોવિડ રિકવરી
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજેતરના અહેવાલ મુજબ, અત્યાર સુધીમાં 4,22,46,884 કોવિડ રિકવરી થઈ ચૂકી છે. તે જ સમયે કોવિડ રસીકરણનો આંકડો 176.86 કરોડને પારપહોંચી ગયો છે.
ગુરૂવારના રોજ સમગ્ર દેશમાં લોકોને રસીના 28 લાખથી ડોઝ આપવામાં આવ્યા હતા. આ સિવાય જો આપણે કોરોનાથી જીવ ગુમાવનારા લોકોની વાતકરીએ તો આ સંખ્યા 302 હતી. અત્યાર સુધીમાં આ આંકડો 5,13,2264 છે.












Click it and Unblock the Notifications
