રાજકોટ સિવિલ હોસ્પિટલમાં એક જ રાતમાં 17 દર્દીના મોતથી હાહાકાર, જાણો કારણ?
રાજકોટ સિવિલ હોસ્પિટલ અવારનવાર સમાચારોમાં રહેતી હોય છે ત્યારે સિવિલ હોસ્પિટલનું નામ ફરી એક વખત બેદરકારીને લીધે સામે આવ્યું છે. રાજકોટ સિવિલ હોસ્પિટલ માટે આજનો દિવસ બ્લેકફ્રાઈડે તરીકે સાબિત થયો છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં કાળનું ચક્ર એવું ફરી વળ્યું કે, 24 કલાકમાં 17 લોકોએ અલગ અલગ કારણે જીવ ગુમાવ્યો છે. અકસ્માત, હ્રદયના ધબકરા બંધ થઈ જવા સહિતના કારણોથી 17 દર્દીઓના મોત નિપજ્યા છે. અપમૃત્યુના કેસને પગલે સિવિલ હોસ્પિટલ ધમધમી ઊઠી છે.

આજનો દિવસ બ્લેક ફ્રાઈડે સાબિત થયો
રાજકોટમાં એક જ રાતમાં 17 લોકોના મૃત્યુ નોંધાયા અફરાતરફી મચી ગઈ છે. સિવિલ હોસ્પિટલમાં રાત આખી પોસ્ટ મોર્ટમ રૂમ ધમધમતું રહ્યું છે. તો સિવિલ હોસ્પટિલમાં આજનો દિવસ બ્લેક ફ્રાઇડે સાબિત થયો છે.કોઈએ આપઘાત કર્યો, તો કોઈનું હૃદય બંધ પડ્યું, કોઈનું વાહન અકસ્માતમાં મૃત્યુ થયું, આવા અનેક કારણોસર લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે. ત્યારે સ્વજનોમાં શોકની કાલિમા ફરી વળી છે.
ઉંદર મામલે નોટિસ ફટકારાઈ
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં તંત્ર દ્વારા ઉંદરો પકડવાનો મામલે એનિમલ વેલ્ફેર બોર્ડના સભ્યએ સિવિલ હોસ્પિટલને નોટિસ ફટકારી છે. સત્તાધીશોને ઉંદરો પર અત્યાચાર કરો છો, શા માટે તમારા પર આઇપીસી કલમ 428, 429 મુજબ કાર્યવાહી ન કરવી ? તેવા લખાણ સાથે નોટીસ ફટકારતા વિવાદ સર્જાયો છે. એનિમલ વેલ્ફેર બોર્ડના લેટરપેડ પર સિવિલ હોસ્પિટલને નોટીસ મળતા અધિકારીઓ ચોંકી ઉઠ્યા છે. જીવદયા પ્રેમી રાજેન્દ્ર શાહે નોટિસ ફટકારી છે. આ મામલે જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
