15 April Covid Update : જાણો દેશ, રાજ્ય અને રાજકોટમાં કોરોના સંક્રમણની પરિસ્થિતિ?

ભારતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણ 949 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસની સંખ્યાને 4,30,39,974 પર લઈ ગયા છે.

15 April Covid Update : ભારતમાં શુક્રવારના રોજ કોરોના સંક્રમણ 949 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જે કોરોનાવાયરસની સંખ્યાને 4,30,39,974 પર લઈ ગયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 6 કોવિડ સંબંધિત મૃત્યુ નોંધાયા છે, જે કારણે કુલ મૃત્યુની સંખ્યા 5,21,742 પર પહોંચી છે.

હાલમાં કોવિડ19ના એક્ટિવ કેસની સંખ્યા 11,191 છે. હાલ સક્રિય કેસ કુલ કેસ લોડના 0.03 ટકા છે, જ્યારે રાષ્ટ્રીય કોરોના રિકવરી રેટ 98.76 ટકા રહ્યો છે.

આ સાથે છેલ્લા 24 કલાકમાં 810 રિકવરી સાથે કુલ રિકવરી વધીને 4,25,07,038 થઈ ગઈ છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ડેઇલી પોઝિટિવિટી રેટ 0.26 ટકા અને વીકલી પોઝિટિવિટી રેટ 0.25 ટકા નોંધાયો હતો.

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

ભારતમાં કોરોનાની પરિસ્થિતિ

  • છેલ્લા 24 કલાકમાં કોરોના સંક્રમણના 949 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે.
  • છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોવિડ સંબંધિત મૃત્યુની સંખ્યા 6 છે
  • હાલમાં ભારતમાં સક્રિય કેસલોડ 11,191 છે.
  • રાષ્ટ્રવ્યાપી રસીકરણ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં 186.30 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા છે.
  • સક્રિય કેસ 0.03 ટકા છે
  • રિકવરી રેટ હાલમાં 98.76 ટકા છે
  • છેલ્લા 24 કલાકમાં 810 રિકવરી થઇ છે.
  • કુલ રિકવરી 4,25,07,038 છે.
  • ડેઇલી પોઝિટિવિટી રેટ 0.26 ટકા
  • વીકલી પોઝિટિવિટી રેટ 0.25 ટકા
  • અત્યાર સુધીમાં કુલ 83.11 કરોડ પરીક્ષણો હાથ ધરવામાં આવ્યા છે
  • છેલ્લા 24 કલાકમાં 3,67,213 ટેસ્ટ કરવામાં આવ્યા છે
રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

રાજ્યમાં કોરોનાની પરિસ્થિતિ

ગુજરાતમાં ગુરૂવારના રોજ કોરોના સંક્રમણના 11 નવા પોઝિટિવ કેસ નોંધાયા હતા. રાહતના સમાચાર છે કે, છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીનું મોત થયું નથી.

આસાથે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીઓ કોરોના મુક્ત થયા હતા. જેના કારણે રાજ્યમાં એક્ટિવ કેસમાં વધારો થયો છે. આ સાથે જો શહેરોમાં કોરોના સંક્રમણના આંકડા વિશેવાત કરવામાં આવે તો, અમદાવાદમાં 10 અને વડોદરા શહેરમાં 1 કેસ નોંધાયા હતા.

હાલ રાજ્યમાં કુલ મૃત્યુઆંક 10,942 થયો છે. આ સાથે રાજ્યમાં કુલ 12,13,023દર્દી સાજા થયા છે. હાલ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 162 છે.

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટમાં કોરોનાની પરિસ્થિતિ

રાજકોટ શહેરમાં અને ગ્રામ્ય વિસ્તારમાં કોઇ કેસ નોંધાયો નથી આ સાથે શહેરી કે ગ્રામ્ય વિસ્તારમાં એકપણ દર્દી ડિસ્ચાર્જ થયો નથી. આ સાથે જો રસીકરણની વાતકરવામાં આવે તો, રાજકોટ શહેરી વિસ્તારમાં 1150 અને રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં 485 વ્યક્તિએ કોરોના રસીનો ડોઝ લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X