Junagadh: પાકિસ્તાને મુક્ત કર્યા 80 માછીમારો, દિવાળીની ખુશી થઇ બમણી, સર્જાયા ભાવુક દ્રશ્યો
Junagadh: પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 ભારતીય માછીમારો વેરાવળ પહોંચ્યા છે. આ માછીમારો લાંબા સમયથી પાકિસ્તાનની જેલમાં કેદ હતા. દિવાળીના અવસરે સ્વજનો વતને પહોંચતા પરિવારમાં ખુશી છવાઈ ગઇ છે.
લાંબા સમય બાદ વતન પરત ફરતા માછીમારોના પરિવારના સભ્યોએ તેમને ફુલહાર પહેરાવી સ્વાગત કર્યું હતું. આ સમયે અનેક ભાવુક દ્રશ્યો સર્જાયા હતા.

ઉલ્લેખનીય છે કે, આ માછીમારોને 2020માં પાકિસ્તાન મરીન ફોર્સ દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. હાલમાં 200 ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે. આ માછીમારોમાં મોટાભાગના ગુજરાત અને દીવના છે.
નોંધનીય બાબત છે કે, ગુજરાત સરકારના ફિશરીઝ વિભાગ દ્વારા આ 80 માછીમારોને 10 નવેમ્બરની રાત્રે પંજાબના વાઘા બોર્ડર પરથી ભારતમાં સ્વીકારવામાં આવ્યા હતા.
મુક્ત કરવામાં આવેલા માછીમારોમાં 59 ગીર સોમનાથના, 15 દ્વારકાના, 2 જામનગરના અને 1 અમરેલીના અને 3 દીવના છે. આ 80 માછીમારો રવિવારની સવારે ટ્રેન મારફતે વડોદરા પહોંચ્યા હતા. જ્યાંથી તેઓને બે એસી બસ મારફતે વેરાવળ લઇ જવાયા હતા.
ઉલ્લેખનીય છે કે, 1 જૂનના રોજ પાકિસ્તાનની જેલ કેદમાંથી 200 ભારતીય માછીમારો મુક્ત કરવામાં આવ્યા હતા. જેઓ 2 જૂનના રોજ વાઘા બોર્ડરથી વતન પરત ફર્યા હતા. આ પહેલા પણ 198 માછીમારોને મુક્ત કરવામાં આવ્યા હતા.
રાજ્ય સરકારે સૌની દિવાળી કરી પ્રકાશથી ઉજ્વલિત, પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 80 ભારતીય માછીમારો વેરાવળ પહોંચ્યા#GujaratGovernment #PakistaniJail #fisherman #Veraval #Gujarat #gujaratinews pic.twitter.com/CGSsNtML8L
— oneindiagujarat (@oneindiagujarat) November 13, 2023
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે








Click it and Unblock the Notifications
