ગિરનાર જતા પ્રવાસીઓ માટે મહત્ત્વના સમાચાર, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાતા રોપ-વે સેવા કરાઈ બંધ
Junagadh News: રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે આગામી 6 દિવસ વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે, જૂનાગઢમાં ભારે પવન ફૂંકાવાના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો છે, ખરાબ વાતાવરણ અને પવનના કારણે ગિરનાર રોપ-વે બંધ કરાયો હોવાની વાત સામે આવી છે, વરસાદના સમયે અને શિયાળાના સમય દરમિયાન જયારે ભારે પવન ફૂંકાતો હોય છે ત્યારે રોપ-વે સેવા બંધ કરવામાં આવે છે, વાતાવરણ સ્વચ્છ થયા બાદ રોપ-વે સેવા ફરી કરાશે શરૂ અને રોપ-વે સેવા બંધ થતા અનેક પ્રવાસીઓને પડી રહી છે મુશ્કેલી.

વરસાદની સાથે તેજ ગતિથી પવન પણ ફૂંકાઇ રહ્યા છે. સાથે ગિરનારના જંગલમાં પણ છેલ્લા 4 દિવસથી પવની ઝડપ વધી રહી છે જેના કારણે રોપ-વેનું સંચાલન બંધ કરાયું છે. ઉષાબ્રેકો કંપની સંચાલિત રોપ- વેના જૂનાગઢના રેસીડેન્ટ મેનેજર કુલબીરસિંઘ બેદીએ જણાવ્યું હતું કે, ભારે પવન ફૂંકાવાના કારણે હાલમાં રોપ-વેની સેવા બંધ રહી છે, જે લોકોએ એડવાન્સ બુકિંગ કરાવ્યું હતુ તેમને મેસેજ કરીને આ બાબતે ધ્યાન દોરવામાં આવ્યું છે.
ગિરનાર રોપ-વે સેવા શરૂ થવાથી વધુ પ્રમાણમાં પ્રવાસીઓનું આકર્ષણ જૂનાગઢ પ્રત્યે વધ્યું છે. PM નરેન્દ્ર મોદીના હસ્તે ગિરનાર રોપ-વેનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ રોપવે એશિયાનો સૌથી મોટો ટેમ્પલ રોપવે છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી ગિરનાર રોપવે યોજના સાકાર કરવા માટે વખતોવખત સરકાર દ્વારા તેમજ જૂનાગઢના સ્થાનિક લોકો દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવ્યા હતા. અનેક વિઘ્નો અને અંતરાયોને પાર કરી આખરે રોપ-વે યોજના જૂનાગઢમાં કાર્યરત છે.
જૂનાગઢના ગિરનારમાં કયારેક પવની ગતિ વધારે હોય છે. જેના કારણે જૂનાગઢ ગિરનારની રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવે છે. સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. ઉલ્લેખનિય છે કે, ખાસ કરીને ગિરનાર શિખર પર 50-54 કિમી પ્રતિકલાકની ઝડપે પવન ફૂંકાય છે. તીવ્ર ગતિના પવનમાં રોપ-વે સેવા દરમિયાન કોઇ દુર્ઘટના ન ઘટે માટે સુરક્ષાના મુદ્દાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા બંધ કરવાનો નિર્ણય લેવામાં આવતો હોય છે. આમ વાતાવરણ ચોખ્ખું થતાં ફરી શ્રદ્ધાળુઓની સુવિધા માટે રોપ-વે સેવા શરૂ કરવામાં આવશે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
PM Modi Speech Highlights: 'યુવાનોના ભવિષ્યને મળશે નવી ઉડાન', PM મોદીએ નોઈડા એરપોર્ટનું કર્યું ઉદ્ઘાટન -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gujarat Weather: રાજ્યમાં આકરી ગરમીનો અનુભવ કરતા શહેરીજનો, કેશોદમાં 39 ડિગ્રી, જાણો તમારા શહેરની સ્થિતિ -
Iran Vs America: PM મોદીએ સાઉદી પ્રિન્સ સાથે ફોન પર કરી વાત, જાણો કયા મુદ્દાઓ પર થઈ ચર્ચા






Click it and Unblock the Notifications
