Gir Somnath News: ગીર સોમનાથના 4 તાલુકામાં 1930 જમીન રી સર્વેની અરજીઓનો નિકાલ કરાયો
Gir Somnath News: આજે વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો મહેસૂલ વિભાગ વતી ઉત્તર આપતાં મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાતના 18046 ગામોમાં જમીન રી સર્વે-માપણીની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
જેમાં ગામોના ક્લસ્ટર બનાવીને ખેડૂતોની હાજરીમાં જમીન માપણીની અરજીઓનો નિકાલ કરવામાં આવે છે.
મંત્રી રાજપૂતે જણાવ્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં 904, કોડીનારમાં 211, વેરાવળમાં 131 તેમજ સૂત્રાપાડા તાલુકામાં 684 એમ ચાર તાલુકામાં તારીખ 31 જાન્યુઆરી 2025ની સ્થિતિએ છેલ્લા એક વર્ષમાં ખેડૂતોની કુલ 1930 અરજીઓની જમીન રી સર્વે કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.

જ્યારે બાકી રહેલી અરજીઓના નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઇક્રો પ્લાનિંગથી પૂર્ણ કરવાની કામગીરી પ્રગતિમાં છે. જે બનતી ત્વરાએ પૂર્ણ કરવામાં આવશે.
મંત્રીએ બળવંતસિંહ રાજપુતે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, આ અરજીઓનો નિકાલ કરવા માટે ખેડૂતો પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી.
-
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Weather News: યુપી-એમપી સહિત 9 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી






Click it and Unblock the Notifications
