જેટકોના આઉટસોર્સિંગ કર્મચારીઓએ દેવભૂમી દ્રારકા કલેક્ટરને આવેદનપત્ર આપ્યુ, પુરતા વેતનની માંગ!
રાજ્યમાં હાલ કર્મચારીઓમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ સાથે સાથે હવે વિવિધ સરકારી કચેરીઓમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ પોતાની માંગણીને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે.
દેવભૂમી દ્રારકા : રાજ્યમાં હાલ કર્મચારીઓમાં મોટો વિરોધ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકારના સરકારી કર્મચારીઓ સાથે સાથે હવે વિવિધ સરકારી કચેરીઓમાં કામ કરતા આઉટસોર્સિંગ કર્મચારીઓ પણ પોતાની માંગણીને લઈને સતત વિરોધ નોંધાવી રહ્યા છે. આ ક્રમમાં દેવભૂમી દ્વારકા ખાતે જેટકોના કર્મચારીએ આવેદનપત્ર આપ્યુ હતું.

રાજ્ય સરકાર હાલ મોટા પાયે આઉટસોર્સિંગ કરી રહી છે. જેના કારણે ઘણા કર્મચારીઓ કોઈપણ જાતના લાભ વગર મામુલી પગારમાં કામ કરવા માટે મજબુર બન્યા છે. આવી જ હાલત દેવભૂમી દ્વારકા જિલ્લાના જેટકોના કર્મચારીઓની છે.

દેવભૂમી દ્વારકાના જેટકોના કર્મચારીઓએ કલેક્ટરને આવેદનપત્ર આપી પગાર વધારાની માંગ કરી હતી. જેટકો કર્મચારીઓની માંગ છે તે તેઓ પણ સારી ડિગ્રી સાથે અને પુરતુ કામ કરી રહ્યા છે, જેની સામે આઉટસોર્સિંગ કર્મચારીઓને મામુલી વેતન આપવામાં આવે છે. કર્મચારીઓએ પગાર વધારા સિવાય મળવા પાત્ર સહાય આપવા માટે પણ રજુઆત કરી છે.
અહીં તમને જણાવી દઈએ કે જેટકોના કર્મચારીઓ હાઈવોલ્ટેજ પાવર સાથે કામ કરતા હોય છે. જેનું તેમને કોઈ એલાઉન્સ મળતું નથી. તો કર્મચારીઓની માંગ છે કે તેમને આ પ્રકારના તમામ લાભ આપવામાં આવે અને પુરતું વેતન મળે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
