જામનગર: મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ દ્વારા નાટક કરી કરાયો વિરોધ
સતત વધતી જતી મોંઘવારીના કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીના કારણે ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની આ સમસ્યાને વાચા આપવા આજે જામનગરમાં શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્ર
સતત વધતી જતી મોંઘવારીના કારણે લોકોને ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીના કારણે ગરીબ, મધ્યમ વર્ગના પરિવારો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. લોકોની આ સમસ્યાને વાચા આપવા આજે જામનગરમાં શહેર મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ સમયે નાટક રજૂ કરવામાં આવ્યું હતું અને જામનગરના બે ધારાસભ્યો અને રાજ્ય સરકારમાં પ્રતિનિધિત્વ કરતા બન્ને મંત્રીઓનો રોલ ભજવી કોંગ્રેસ દ્વારા સરકારની આંખ ઉઘાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Recommended Video


છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ-ડીઝલ, ગેસના બાટલા, ખાદ્યતેલ, દાળ-ચોખા, શાકભાજી જેવી જીવનજરૃરી ચીજવસ્તુના ભાવમાં ધરખમ ભાવ વધારો કરવામાં આવ્યો છે. પરિણામે સામાન્ય, મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારને ગુજરાન ચલાવવું મુશ્કેલ બન્યું છે. મોંઘવારીનો માર પ્રજા સહન કરી રહી છે અને ભાજપ સરકાર મોંઘવારીને કાબૂમાં લેવામાં સદંતર નિષ્ફળ ગઈ છે. આ જન સામાન્યના પ્રશ્નને વાચા આપવા મોંઘવારી સામે વિરોધ પ્રદર્શન કરવાના કાર્યક્રમનું કોંગ્રેસ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.
'સસ્તો દારૂ, મોંઘુ તેલ વાહરે ભાજપ તારો ખેલ' વગેરે સૂત્રો લખેલા પોસ્ટરો દર્શાવી કાર્યકરોએ વિરોધ પ્રદર્શિત કર્યો હતો. કોંગ્રેસે રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ અને મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાનો રોલ અદા કરી નાટક રજૂ કર્યું હતું. આ સમયે લોકોએ પોતાના પ્રશ્નો મંત્રીઓ સમક્ષ રજૂ કર્યા હતાં તેવો કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. આ સમયે મોંઘવારીના વિરોધમાં સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતાં.
-
Gold Rate Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Virat Kohli: વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, રોહિત શર્માનો સૌથી મોટો રેકોર્ડ તોડ્યો, બન્યા દુનિયાના નંબર 1 ખેલાડી -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
